એઇડ્ઝને માત આપનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ કેન્સરમાં ગુજરી ગઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 30 September 2020

એઇડ્ઝને માત આપનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ કેન્સરમાં ગુજરી ગઇ


ન્યુયોર્ક,તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર

એચઆઇવી સંક્રમિત અને ત્યાર પછી સાજો થઇ ઇતિહાસ રચનાર વિશ્વનો પ્રથમ પુરૂષ ટિમોથી રે બ્રાઉન આજે ૫૪ વર્ષની વયે ગુજરી ગયો હતો. કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ ખાતે આવેલા તેના મકાનમાં જ એ ગુજરી ગયેલો. એના મોતનું કારણ કેન્સરની વાપસી કહેવામાં આવી હતી. ૨૦૦૭માં ટિમોથીને બોન મેરો અને સ્ટેમ સેલ પ્રત્યારપિત કર્યા હતા.એમ લાગતું હતું કે આના કારણે એઇડ્ઝ ફેલાવનાર લ્યુકેમિયા અને એચઆઇવી મરી ગયા હતા.

'ટિમોથી શક્યતાનો પ્રતિક હતો, એચઆઇવીને નિયંત્રણ કરવામાં ખાસ સંજોગોમાં એ કામ આવે છે.આ એક એવી વાત છે જે અંગે અનેક વૈજ્ઞાાનિકોએ શંકા વ્યક્ત કરી હતી કે શું આ શક્ય છે?'એમ બ્રાઉનની ઐતિહાસિક સારવાર અને સાજા કરનાર ટીમના નેતા બર્લિનના ડોકટર ગેરો હ્યુટરે કહ્યું હતું.

'ખુબ દુખદ વાત છે કે ટિમોથીને ફરી કેન્સર થયો અને તેનો જીવ ગયો. એવું લાગતું હતું કે હવે તે એચઆઇવી મૂક્ત છે'એમ  હાલમાં જર્મનીમાં સ્ટેમ સેલ કંપનીના ડાયરેકટર પદ કાર્યરત હ્યુટરે કહ્યું હતું. સફળ સારવાર પછી એક એઇડ્ઝ કોન્ફરન્સમાં બોલતાં બ્રાઉનને મદદ કરનાર ઇન્ટરનેશનલ એઇડ્ઝ સોસાયટીએ એક નિવેદન જારી કરી તેના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બ્રાઉન અને હ્યુટરે અઇડ્ઝની સારવારમાં વિક્રમ સર્જ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l1zJ27

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages