ખેડા નગરપાલિકામાં લાખોની કિંમતના સાધનો પડયા પડયા ધૂળ ખાઈ રહ્યા છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 30 September 2020

ખેડા નગરપાલિકામાં લાખોની કિંમતના સાધનો પડયા પડયા ધૂળ ખાઈ રહ્યા છે


- ભૂગર્ભ ગટર યોજના હેઠળ જેટીંગ મશીન અન્ય વાહનો શહેરની ભૌગોલિક સ્થિતિ જોતા શોભાનો ગાંઠિયો બન્યા

નડિયાદ, તા.  30 સપ્ટેમ્બર 2020, બુધવાર


ખેડા નગર પાલિકામાં રાજય સરકારે આપેલ લાખો રૂપિયાના સાઘનો હાલ કાટ ખાઇ રહ્યા છે.શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જેટીંગ મશીન અને અન્ય કિંમતી વાહનોની ફાળવણી રાજય સરકારે કરાઇ હતી.પરંતુ આ સાઘનો શહેરની ભૌગોલિક સ્થિતી જોતા કાટ ખાઇ રહ્યા હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.

ખેડા નગર પાલિકા માટે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જેટીંગ મશીન અને અન્ય કિંમતી વાહનોની કોઇ કોન્ટ્રાકટર સાથે કરાર મૂજબ ફાળવણી કરી હતી.વર્ષ-૨૦૧૬માં ખેડા ચીફઓફીસર ના નામે આ વાહન આર.ટી.ઓમાં પાર્સીગ થયેલા છે.આ વાહનો બીનઉપયોગી ખેડા પાસે આવેલા હરીયાળા ગુરુકળના મેદાનમાં લગભગ બે વર્ષ સુધી પડયા રહ્યા હતા.ખેડા શહેરની ભૌગોલિક સ્થિતી જોતા શહેર એક ટેકરા ઉપર વસેલુ છે.અહી ગટર ચોકઅપ ના પ્રશ્ન નહીવત જ સામાન્ય બને છે.કારણ કે શહેરના ઢાળવાળી રચના થી ગટરના પાણી વહી ને નદી તથા વહેરામાં કુદરતી રીતે જ વહી જાય છે.પરંતુ કોઇ ગટરમાં કાંઇ  ભંગાણ સર્જાય  અથવા ગટર જામ થઇ જાય તો પણ ખેડા ના સાંકડા રસ્તે હેવી  જેટીંગ ટેન્કર લઇ જવામાં કેટલીક  તકલીફ પડે.

ખેડા શહેરમાં આવા મૌંધા વાહનોની અહી કોઇ જ ઉપયોગીતા ન હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.કોન્ટ્રાકટર સાથે સરકાર દ્વારા જે પણ પ્રકાર ના કોન્ટ્રાકટક થી નાણા ચૂકવાયા હોય તેનુ કામ રત્તીભાર પણ છેલ્લા ચાર વર્ષથી થયુ નથી.છેલ્લે લોકડાઉન સમયમાં આ વાહનો ખેડા પાલિકાને સોપાયા છે.અને એ પૈકી લગભગ વાહનો કાટ ખાઇને સડી રહ્યા છે.સરકારી દફતરે ખેડાને ભવ્ય મોટી સુવિધા અપાયેલી નોંધાઇ પરંતુ સ્થળ ઉપર સ્થિતી કંઇક અલગ જોવા મળી રહી છે.નાગરિકો માટે પાયાની સુવિધા દરેક સારી યોજના આવકારદાયક છે.પરંતુ ગ્રાઉન્ડ ઝીરો ઉપર તપાસ કરી પછી જ રાજય સરકાર દ્વારા સુવિધા પુરી પાડવી જોઇએ તેવુ સ્થાનિક નાગરિકોનુ માનવુ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36khcKv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages