મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 18 September 2020

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર

મહેસાણા,તા.18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

મહેસાણા જિલ્લામાં આગામી ફેબુ્રઆરી ૨૦૨૧માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અગાઉ કોંગ્રેસના સંગઠન માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. વિજાપુર, મહેસાણા શહેર, સતલાસણા અને ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. આ અગાઉ જોટાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખને બદલવામાં આવ્યા હતા. નોંધપાત્ર છે કે, જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૪ નગરપાલિકાઓની ચુંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા શરૃ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ તરીકે હાલ રાજુ દરબાર કાર્યરત હોવાછતાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લામાં પક્ષનું સંગઠન મજબૂત બનાવવા કવાયત હાથ ધરી છે. જેના ભાગરૃપે થોડા સમય પહેલાં જોટાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભાતસિંહ સોલંકીને હટાવી તેમના સ્થાને મૃગેશ ચાવડાની નિમણૂંક કરવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરોને વિશ્વાસમાં લેવાયા ન હોવાના મુદ્દે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. દરમિયાન શુક્રવારે પક્ષના સંગઠનમાં નવા ચહેરાનો સમાવેશ કરીને વિજાપુર, મહેસાણા, સતલાસણા અને ઊંઝામાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં વિજાપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાલસિંહ રાઠોડ, મહેસાણા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રવિણ પટેલ, સતલાસણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રોહિત દવે અને ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે દશરથ ઝાલાની પસંદગી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પંચાયત અને વિજાપુર, ઊંઝા, ખેરાલુ, જોટાણા, બેચરાજી, મહેસાણા, વડનગર, સતલાસણા, કડી, વિસનગર તાલુકા પંચાયત ઉપરાંત મહેસાણા, કડી, વિસનગર અને ઊંઝા નગરપાલિકાની ચુંટણી સંભવતઃ આગામી વર્ષના ફેબુ્રઆરી માસમાં યોજાનાર છે. ચુંટણીપંચે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફાળવવામાં આવેલી બેઠકોના પ્રકાર નક્કી કરી દીધા છે. વળી, વહિવટીતંત્ર દ્વારા પણ ચુંટણીની તૈયારીના ભાગરૃપે સ્ટાફ ફાળવણી સહિતની કામગીરી શરૃ કરી હોવાનું જાણવા મળે છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો દબદબો

મહેસાણા જિલ્લા પંચાયત ઉપરાંત વિજાપુર, જોટાણા, બેચરાજી, વિસનગર, મહેસાણા સહિત મોટાભાગની તાલુકા પંચાયતના વહિવટમાં કોંગ્રેસનો દબદબો છે. મહેસાણા પાલિકામાં બહુમતી હોવાછતાં આંતરીક જુથવાદને કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કડી, ઊંઝા અને વિસનગરમાં ભાજપ સત્તાસ્થાને છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32J9Xtt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages