સભ્યોની ખેંચતાણ વચ્ચે તળાજા ન.પા.માં પોલીસ બંદોબસ્ત સાથે કલાકમાં બે સાધારણ સભા મળી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

સભ્યોની ખેંચતાણ વચ્ચે તળાજા ન.પા.માં પોલીસ બંદોબસ્ત સાથે કલાકમાં બે સાધારણ સભા મળી


તળાજા, તા.10 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

તળાજા નગરપાલિકામાં સદસ્યોની પક્ષ પલ્ટાની નીતિને કારણે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ગરમાયા બાદ સાધારણ સભા પણ છેલ્લી ઘડી સુધી ચર્ચામાં રહેલ. જો કે, આજે એક કલાકના સમયગાળામાં બે સભા યોજાઇ હતી જેમાં બાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૨ સભ્યો હાજર રહ્યાં હતાં.

આજરોજ તળાજા નગરપાલિકાના પ્રથમ સાધારણ સભા બપોરના ૪ કલાકે કોમ્યુનીટી હોલ, રામપરા રોડ ખાતે યોજાઇ હતી. આ બે સભા એક કલાકના સમયગાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવેલ હતી. સભાના અધ્યક્ષ ચીફ ઓફીસર અને એન્જીનીયરની ઉપસ્થિતિમાં પ્રથમ વંદે માતરમનું ગાન ગાવામાં આવ્યું.

ત્યારબાદ સભાનું કામકાજ શરૂ થતા જુના પેન્ડીંગ ૩૬ મુદ્દા રજૂ કરવામાં આવતા અમુક મુદ્દામાં વિરોધ થયો છતાં બહુમતીના કારણે ભાજપ દ્વારા મંજુર કરવામાં આવ્યા. જ્યારે નગરપાલિકાના પ્રમુખ વિનુભાઇ વેગડ, ઉપપ્રમુખ શક્તિસિંહ વાળાના ૯ મુદ્દા રજૂ કરતા ૮ મુદ્દા મંજુર થયેલ ૧ મુદ્દાનો વિરોધ થયેલ. ત્યારબાદ નવી ૮ સમિતિની રચના જેમાં કારોબારી, બાંધકામ, લાઇટ, મનોરંજન, સફાઇ, પાણી પુરવઠા, વાહન, આરોગ્યની રચના કરીને ભાજપના સભ્યોને ચેરમેન તરીકે નિમવામાં આવ્યા. કોંગ્રેસના ૧૨ સભ્યો હાજર રહ્યાં હતાં અને ભાજપના ૧૪ સભ્યો હાજર રહ્યા હતાં.

એક મહિલા સભ્ય કોરોન્ટાઇન વાળા હાજર રહ્યા હતાં. કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહ્યા હતાં. એક ભાજપના સભ્ય ગેરહાજર હતા. લાડુબેન રાઠોડ ગયા વખતે ભાજપમાંથી કોંગ્રેસને ટેકો આપેલ જે આ વખતે ફરી ભાજપને ટેકો આપેલ છે. દરેક ભાજપના સભ્યને ગઇકાલ રાતથી નજરકેદમાં રાખી સીધા મીટીંગમાં હાજર રાખેલ હતા. આ સામાન્ય સભામાં સભ્યો વચ્ચે અનેક મુદ્દાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DMdc9A

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages