Pradosh Vrat : ભગવાન શિવની ઉપાસના સાથે મેળવો સૂર્યદેવના પણ આશીર્વાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 15 August 2020

Pradosh Vrat : ભગવાન શિવની ઉપાસના સાથે મેળવો સૂર્યદેવના પણ આશીર્વાદ

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ 2020, રવિવાર 

આજે એટલે કે 16 ઓગષ્ટ રવિવાર પ્રદોષ વ્રત છે. હિન્દૂ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્ત્વ છે. પ્રદોષ વ્રત તેરસ તિથિએ રાખવામાં આવે છે. આ વ્રત એક મહિનાના બંને પક્ષ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવે છે. અલગ-અલગ દિવસોમાં પ્રદોષ વ્રત આવવાથી તેનું નામ પણ અલગ-અલગ હોય છે. રવિવારના દિવસે આ તિથિ આવવાને કારણે આ પ્રદોષ વ્રતને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે પરંતુ રવિ પ્રદોષના દિવસે ભગવાન સૂર્યની પણ ઉપાસના કરવામાં આવે છે. પ્રદોષ વ્રત પર નજીકના શિવ મંદિરમાં જઇને ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે છે અને શિવ મંત્રનો જાપ કરવામાં આવે છે. આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે અને પ્રદોષકાળમાં ભગવાન શિવને શમી, બીલી પત્ર, ધતૂરા, ચોખા, ફૂલ, ધૂપ, દીવો, ફળ, પાન, સોપારી વગેરે ચઢાવવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય દેવને પણ જળ અર્પણ કરીને તેમને પ્રણામ કરવામાં આવે છે. 

અલગ-અલગ પ્રદોષ વ્રતનું ફળ

સોમવાર :- આ પ્રદોષ વ્રતને સોમ પ્રદોષમ્ અથવા ચન્દ્ર પ્રદોષમ્ પણ કહેવામાં આવે છે. આ દિવસ સાધક પોતાની મનોકામનાની પૂર્તિ માટે શિવની આરાધના કરે છે. 

મંગળવાર :- આ પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષમ્ કહેવામાં આવે છે અને આ વ્રત વિશેષ રીતે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને બીમારીઓથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. 

બુધવાર :- બુધ પ્રદોષ વ્રત તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે હોય છે. 

ગુરુવાર :- ગુરુવારના દિવસે આવતા પ્રદોષ વ્રતને ગુરુ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. દુશ્મન પર વિજય મેળવવા અને તેમનો નાશ કરવા માટે આ પાવન વ્રત કરવામાં આવે છે. 

શુક્રવાર :- આ દિવસે આવતા પ્રદોષ વ્રતને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા પ્રદોષ વ્રતથી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. 

શનિવાર :- આ પ્રદોષ વ્રતને શનિ પ્રદોષમ્ કહેવામાં આવે છે. આ દિવસે પ્રદોષ વ્રત પુત્રની કામના માટે કરવામાં આવે છે. 

રવિવાર :- રવિવારે કરવામાં આવતો પ્રદોષ વ્રત લાંબા આયુષ્ય અને આરોગ્યની મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. 

પ્રદોષ શુભ મુહૂર્ત

અભિજીત મુહૂર્ત :- સવારે 11 : 36 મિનિટથી બપોરે 12 : 28 મિનિટ સુધી.

રાહુકાળ :- 16 ઓગષ્ટે બપોરે 4 : 54 મિનિટથી 6 : 30 વાગ્યા સુધી. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PV2T5s

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages