પૂરને કારણે વડોદરા નજીક મુંજાલ ગામડી ગામનો સંપર્ક તૂટયો, તરાપા ફરતા થયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 16 August 2020

પૂરને કારણે વડોદરા નજીક મુંજાલ ગામડી ગામનો સંપર્ક તૂટયો, તરાપા ફરતા થયા

વડોદરા, તા. 16 ઓગસ્ટ 2020, રવિવાર

વડોદરા નજીકથી પસાર થતી જામ્બુવા નદીમાં આવેલા પૂરના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારો ના લોકો તકલીફમાં મુકાઈ ગયા છે.

જાંમ્બુવા નદી પાસે આવેલા મુંજાલ ગામડી ગામ તરફ જતા રસ્તા પર નદીના પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારમાં અવર-જવર બંધ થઈ ગઈ છે તેમજ દૂધ અને શાકભાજીનો પુરવઠો લાવવા લઈ જવાની પણ મુશ્કેલી સર્જાઈ છે.

જાંબુવાથી મુંજાલ ગામડી વચ્ચેનો રોડ બનાવવા માટે ગત વર્ષે મુખ્યમંત્રીએ ખાતરી આપી હોવા છતાં હજી સુધી રસ્તો તૈયાર નહીં થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

ગાડી ચલાવતા ગ્રામજનોએ જીવનજરૂરી ચીજવસ્તુઓ ની હેરાફેરી માટે તરાપા શરૂ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, એક વર્ષ અગાઉ આવી જ પરિસ્થિતિ સર્જાતા બીમાર પડેલા ગ્રામજનને સારવાર માટે લઇ જઈ શકાયા ન હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ વખતે કોરોનાની મહામારી સર્જાઈ છે ત્યારે ગ્રામજનોની કેવી દશા હશે તે અધિકારીઓએ અને સહકારે સમજવું જોઈએ.





from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iPAAC9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages