તાઇવાન પર ચીની હૂમલાની આશંકા, અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધજહાજ ગોઠવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 15 August 2020

તાઇવાન પર ચીની હૂમલાની આશંકા, અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધજહાજ ગોઠવ્યું


તાઇપે, તા. 16 ઓગષ્ટ 2020, રવિવાર

અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ તેના ચરમપર પહોંચ્યો છે. તેવામાં તાઇવાન પર ચીની હૂમલાની આશંકા વચ્ચે અમેરિકાએ પોતાના શક્તિશાળી યુદ્ધ જહાજ અને એરક્રાફ્ટ વાહક યુએસએ રોનાલ્ડ રીગનને દક્ષિણ ચીની સમુદ્રમાં ગોઠવ્યું છે. તાઇવાનની સીમા પર ચીની સૈનિકો અને જંગી જહાજોનો મેળાવડો સતત વધી રહ્યો છે. અમેરિકી સેના સાઉથ ચાઇના સીમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે, તો ચીની નૌસેના પણ આ જ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. જેના કારણે બંને વચ્ચે ઘર્ષણની સંભાવના વધી ગઇ છે. 

દક્ષિમ ચીની સમુદ્રમાં યુદ્ધાભ્યાસને લઇને અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં દરેક દેશને ઉડાન ભરવા, સમુદ્રમાંથી પસાર થવામાં તેમજ આતંરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે સંચાલન કરવામાં અમેરિકા મદદ કરશે. ઉલ્લેખનીય છે કે દક્ષિમ ચીની સમુદ્રમાં ચીનનો જાપાન, તાઇવાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા સમેત ઘણા દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. ચીનની મંશા આ આખા વિસ્તાર પર કબ્જો કરવાની છે. ચીન અત્યારે તાઇવાન સીમા પર મોટી સંખ્યામાં મરીન કમાન્ડો, સૈન્ય હેલિકોપ્ટર ને લેન્ડિંગ શીપની ગોઠવણ કરી રહ્યું છે.

રિપોર્ટ પ્રમાણે ચીની સેના તાઇવાનના જે ટાપુઓ છએ તેના પર કબ્જો કરવાના પ્રયત્નો કરી રહી છે. જેના માટે ચીનની પિપલ્સ લિબરેશન આર્મી હૈનાન ટાપુ પર યુદ્ધાભ્યાસની યોજના બનાવી રહી છે. ચીન 1949ના વર્ષથી જ તાઇવાન પર દાવો કરી રહ્યું છે. માઓત્સે તુંગના નેતૃત્વની અંદર કમ્યુનિસ્ટ પાર્ટીએ ચિયાંગ કાઇ શેકની સરકારનો સત્તા પલટો કરાવ્યો હતો. ત્યારબાદ ચિયાંગે તાઇવાન પર જઇને પોતાની સરકાર પમ બનાવી હતી. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kPzrMM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages