ભુજ, રવિવાર
દરમિયાન આજે વાસી ઈદ હોતા મુસ્લિમ ૫રિવારો કોરોનાની ચિંતા કર્યા વગર સવારાથી ફરવા નિકળી પડયા હતા. ખાસ તો સાંજના ભાગે ભુજના હમીરસર કાંઠે જન્માષ્ટી પૂર્વે મેળા જેવો માહોલ સર્જાયો હોય તેમ ભારે ગીરદી જોવા મળી હતી. ટ્રેક પર લોકોની મોટી સંખ્યા જોવા મળી હતી. જાહેરરજાઓ ઉપરાંત રવિવારનો દિવસ હોતા નાસ્તાના ધંધાર્થીઓને ત્યાં ભારે એવી ગીર્દી રહી હતી. કોરોનાની મહામારી છતા સોશ્યિલ ડિસ્ટન્સ ભુલાયુ હતુ. બસ સ્ટેશન વિસ્તારમાં પણ ભારે એવી ચહલ પહલ જોવા મળી હતી. હવે તો ભુજ શહેરમાં પણ કોરોનાના કેસો વાધી રહ્યા છે ત્યારે શહેરીજનોએ ચેંતવા જેવુ છે. આમ છતા લોકો નિયમોને બાજુએ મુકીને ઘરની બહાર ફરે છે.
તો વળી, આજે ફ્રેન્ડશીપ ડે હોતા સાંજના ભાગે હમીરસર કિનારે યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં નજરે પડયા હતા.આમ, ત્રણ દિવસ રજાનો માહોલ હોતા હવે ત્રણ દિવસ સુાધી આવા ભીડ ભાળના દ્રશ્યો જોવા મળશે. જો કોરોનાની મહામારી સામે ચિંતાજનક છે. અલબત સરકારે લોકોને બિનજરૃરી રીતે બહાર નીકળ્યા વગર ઘરમાં જ રહીને તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી છે પરંતુ આ અપીલને કોઈ ગણકારતું નાથી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XnIzOi
No comments:
Post a Comment