વડોદરા, તા. 16 ઓગસ્ટ 2020, રવિવાર
વડોદરા જિલ્લામાં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદીનાળા છલકતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે.
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે કોતરો તેમજ નદીઓમાં પાણીની પ્રચંડ આવક થઇ છે. જેના કારણે ગ્રામજનો ખેતરો સુધી પહોંચી શકતા નથી.
ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બની રહ્યા છે અને તંત્રની રાહ જોયા વગર યુવકો રસ્તા ખુલ્લા કરવાનું કામ કરી રહ્યા છે. ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે શિનોર અને સાધલી ગામ વચ્ચે એક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા બે થી અઢી કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. સિનોર ટીડીઓએ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી કરી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ay8ecv
No comments:
Post a Comment