ઘરની પ્રગતિ અને સંતાનની ખુશી માટે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 August 2020

ઘરની પ્રગતિ અને સંતાનની ખુશી માટે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2020, ગુરુવાર 

ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિજીનો દિવસ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર, બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. આ જ્ઞાન, નૈતિક અને ધાર્મિક કર્મ, સંતાન, વૃદ્ધિનું પરિબળ છે. દેવગુરુનો આશીર્વાદ મેળવવા માટે આ દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ લોકો આ દિવસે ભગવાન વિષ્ણુજીની આરાધના કરે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ગુરુવારના દિવસે કેટલાક કાર્યો એવા હોય છે જેને કરવાથી દેવગુરુ બૃહસ્પતિ કમજોર બને છે. 

ધાર્મિક શાસ્ત્રો અનુસાર જ્યોતિષમાં બૃહસ્પતિને મહિલાઓની કુંડળીમાં પતિ અને સંતાનનું પરિબળ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ગુરુવારે મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઇએ. આ સાથે જ આ દિવસે તેમણે હેરકટ પણ ન કરાવવા જોઇએ. પરંતુ જો કોઇ મહિલા આમ કરે છે તો તેનાથી તેની જન્મકુંડળીમાં બૃહસ્પતિ નબળો પડી શકે છે. જેનાથી તેમના દાંપત્ય જીવનમાં પરેશાની આવે છે. પતિ તેમજ સંતાનની પ્રગતિ પણ અટકી જાય છે. 

ગુરુવારના દિવસે નખ ન કાપવા જોઇએ અને ન તો દાઢી બનાવવી જોઇએ. કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આમ કરે છે તો દેવગુરુ બૃહસ્પતિ અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના આયુષ્ય પર પણ તેની નકારાત્મક અસર પડે છે. 

ગુરુવારના દિવસે કેળાના ફળનું સેવન ન કરવું જોઇએ. આ દિવસે કેળાના વૃક્ષની પૂજા થાય છે. આ સાથે જ બૃહસ્પતિવારના દિવસે ઘરમાં વધુ વજન ધરાવતા કપડાં ધોવા, કબાડ ઘરમાંથી બહાર નિકાળવાથી, ઘરને ધોવા અથવા પોતુ કરવાથી બાળકો, ઘરના સભ્યોના શિક્ષણ, ધર્મ વગેરે પર શુભ અસર થવામાં ઘટાડો થઇ શકે છે. 

ગુરુવારના દિવસે કેળાના વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરવું જોઇએ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ગુરુને 108 નામોનું ઉચ્ચારણ કરવું જોઇએ આમ કરવાથી જીવનસાથીની શોધ સરળ બને છે. લગ્નમાં આવી રહેલી અડચણ દૂર થાય છે.

બૃહસ્પતિ દેવને પીળો રંગ અતિપ્રિય છે. તેઓ પીળા રંગનું પીતામ્બર ધારણ કરે છે. એટલા માટે તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુવારના દિવસે કેસર પીળો ચંદન અથવા તો હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DXWRi0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages