સુરત, તા. 16 ઓગસ્ટ 2020, રવિવાર
સુરતમાં કોરોના કહેર યથાવત રહેવા પામી છે આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં શનિવાર અને રવિવાર 316 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 242 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 18 વેન્ટિલેટર, 51 બાઈપેપ અને 173 દર્દીઓ ઓક્સિજન પર છે.
જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં શનિવાર અને રવિવારના રોજ 191 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 142 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16 વેન્ટિલેટર,37 બાઈપેપ અને 89 દર્દીઓ ઓક્સિજન પર છે જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g26TMi
No comments:
Post a Comment