- વિછીયાનો પરીવાર ભડીયાદ પીર જઈ રહ્યો હતો : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
ગઢડા,તા. 20 ઓગષ્ટ 2020, ગુરુવાર
ગઢડા(સ્વામિના) શહેરમા બોટાદ રોડ ઉપર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા કુલ ૧૨ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન બાળક સહિત કુલ પાચને વધુ ઈજાઓને લઈને બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.રોડ પર પડેલા મસમોટા ખાડાના કારણે દુર્ઘટના સર્જાવા પામી હતી.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના વિછીયા નો મુસ્લિમ પરીવાર ઈકો કાર લઈને ભડીયાદ પીરના દર્શને જવા રવાના થયા હતા. આ દરમિયાન ગઢડાના બોટાદ રોડપર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચતા રોડ પર મોટા ખાડાઓ પડી ગયેલ જે ખાડાને તારવવા જતા સામે આવી રહેલ કાર સાથે ઘડાકા ભેર અથડાય જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ ૧૨ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
આ ઈજાગ્રસ્તોની જાણવા મળતી વિગત અનુસાર ખેરુનબેન ફારુકભાઈ, મોહિન સીરાજભાઈ, રુકસાનાબેન મુકુતુલભાઈ, સેનાઝ ઉસમાનભાઈ, ફિરોઝ ઉસમાનભાઈ, મહેક મકબુલભાઈ, ખુશ્બુ મકબુલભાઈ, શકિલ ફારુકભાઈ, મકબુલ ઉસમાનભાઈ, બબલુ, ફારુકભાઈ ગુલાભાઈ, અફસાના ફિરોઝભાઈ ને ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલીક ૧૦૮ માં પ્રાથમિક સારવાર આપી પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયા બાળકો સહિત પાંચ લોકો ને વધુ ઈજાઓ હોવાનાં કારણે કારણે વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QbpZ8f
No comments:
Post a Comment