કચ્છમાં કોરાનાએ વધુ ૨૦ જણાને ચેપી બનાવ્યા : ૧૯ જણ સાજા થયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 July 2020

કચ્છમાં કોરાનાએ વધુ ૨૦ જણાને ચેપી બનાવ્યા : ૧૯ જણ સાજા થયા

ભુજ, રવિવાર 

કચ્છમાં કોરોનાના  કેસમાં વાધતી જતી રફતારના કારણે વધુ ૨૦ જણા ચેપનો ભોગ બન્યા છે. જેના કારણે એક્ટિવ કેસ ૧૭૨ તાથા કુલ પોઝિટિવ કેસ ૪૬૩ પહોંચ્યા છે. જેમાં અંજાર તાલુકામાં ૭ તાથા ભુજમાં ૭ ,ગાંધીધામ તાલુકામાં ૫ તાથા ભચાઉમાં એક કેસ નોંધાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકામાં કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી વગર ૭ કેસ નોંધાયા છે. જેમાં અંજાર શહેરમાં સુર્યા કંપનીમાં રહેતા ૪૧ વર્ષના સંજીત બર્મન, દબડા ગામના વાડી વિસ્તારમાં  રહેતા ૨૩ વર્ષની બશીરા પીજારા,  અંજારના જન્મોત્રીમાં રહેતા ૨૪ વર્ષના ડો. રાજેશ ચૌધરી, લોહારીયાના ૨૪ વર્ષના ફાતમા અગારીયા, તાથા ૨૨ વર્ષના ચંપા ઠાકોર તાથા ૨૫ વર્ષના ચંદીયાના નંદીની ચાવડા તાથા મેઘપર બોરીચીના ૩૧ વર્ષના ભાવેશ મકવાણાને ચેપ લાગ્યો છે. જ્યારે ભુજમાં હરીપર પોલીસ લાઈનમાં ૩૩ વર્ષના જગદીશસિંહ ઝાલા, જુના રેલવે સ્ટેશન પાસ ેરામનગરીમાં ૩૬ વર્ષના સવિતા મહેશ્વરી, જય નગર નજીક મચ્છુ નગરમાં રહેતા ૩૫ વર્ષના લીજુ કુરીયન, ઓડીસાથી આર્મી  કેમ્પસ આવેલો ત્રણજણનો પરીવાર ચેપનો શિકાર બન્યો છે જેમાં  ૨૭ વર્ષના ટી . ઝાંસી, ૩૬ વર્ષના ટી.કે. રાવ તાથા ૬ વર્ષની વૈષ્નવીનો સમાવેશ થાય છે.  તેમજ ગેઈમ્સ કેમ્પસના ૨૫ વર્ષના પાયલ ગોગદાણી ચેપનો શિકાર થયા છે. જ્યારે ગાંધીધામ તાલુકાના આદિપુરમાં વોર્ડ નં. ૩એમાં રહેતા ભુરાભાઈ મૈયાત્રા, ૩૬ વર્ષના આત્માબાઈ લોદરીયા, ભારતનગરમાં રહેતા ૬૫ વર્ષના પ્રતિમા પરમાર, શક્તિ નગરમાં હેતા ૪૯ વર્ષના માનશી બંસલ, સેક્ટર ૫માં રહેતા ૨૨ વર્ષના કુનાલ વૈષ્ણવનો સક્રમિત થયા છે. તો  ભચાઉમાં વાર્ધમાન નગરમાં આવેલા ૬૩ વર્ષના પ્રવીણાબેન મહેતાનો સમાવેશ થાય છે.  આમ, કચ્છમાં બીજીતરફ ૧૯ દર્દીઓ સાજા થયા હતા. આમ કુલ સાજા થયેલા દર્દીઓનો આંક ૨૬૭ પહોંચ્યો છે. જ્યારે અત્યારસુાધી  ૨૫ મોત થઈ ગયા છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f2rXBR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages