ભુજમાં છ તેમજ ગાંધીધામમાં સાત સાથે કચ્છમાં કોરોનાના વધુ ૧૯ કેસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 July 2020

ભુજમાં છ તેમજ ગાંધીધામમાં સાત સાથે કચ્છમાં કોરોનાના વધુ ૧૯ કેસ

ભુજ,શનિવાર

કચ્છમાં કોરોનાએ પોતાની રફતાર જાળવી રાખી છે. ગત રોજ ૧૭ પોઝીટીવ કેસ આવ્યા બાદ આજે વધુ ૧૯ કેસો નોંધાયા હતા. તેની સાથે જ કચ્છમાં કુલ પોઝીટીવ કેસ ૪૪૩ પર પહોંચ્યો છે. દરમિયાન, ત્રણ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.

આજે પોઝીટીવ આવેલા ૧૯ કેસોમાં ભુજના ૬, ગાંધીધામના ૭, અંજારના ૪ અને માંડવી-નખત્રાણાના એક એક કેસોનો સમાવેશ થાય છે. ૧૯ ટેસ્ટ પૈકી ૧૪ અદાણી લેબોરેટરી, ૩ અમદાવાદની ખાનગી લેબોરેટરી અને  રેપીડ એન્ટીજન ટેસ્ટમાં ૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પોઝીટીવ આવ્યા હતા. પોઝીટીવ દર્દીઓમાં ગાંધીધામના રેચલને સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગાંધીધામના મુકેશ સાધુ અને મનસુખભાઈની હિસ્ટ્રી અમદાવાદ, નરેશની હિસ્ટ્રી નાથી, અમૃત અને જગદીશને કોઈ સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. અંજારના ભરતકુમારને સુરત, જયદીપસિંહ, ભીખા કોલી તેમજ માંડવીના ડો.હર્ષદની કોઈ હિસ્ટ્રી નાથી. ભુજના અંકિત, સામલ, કુલવંતકૌર, હસીનાને કોઈ સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવ્યાથી ચેપ લાગ્યો છે. જયારે, આજે દયાપરના ૪૦ વર્ષિય ભુપતભાઈ બચુભાઈ વાસુકીયા, ગાંધીધામના અમનકુમાર આર્ય(૨૯) અને આદીપુરના રાજેશ રીજવાણી (૪૮) સાજા થતા તેઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. કચ્છમાં આજે ૧૯ પોઝીટીવ કેસો સાથે કુલ પોઝીટીવ કેસોનો આંક ૪૪૩ થયો છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની બે નર્સ પણ કોરોના પોઝિટિવ આવી છે. આ નર્સ દ્વારા ઘણા દર્દીઓની સારવાર કરવામાં આવી હશે. જેને લઈને આગામી દિવસોમાં તેમાંથી પણ નવા કેસો આવે તેવી શક્યતા છે. ઉપરાંત કંડલા પોર્ટ અને વેલસ્પનના કર્મચારીઓ, માંડવીના તબીબ પણ કોરોનાનો ભોગ બન્યા છે.  

કચ્છમાં પોઝીટીવ આવેલા ૧૯ દર્દીઓની નામાવલી

- રાચેલ એલેકઝેંડર, (૪૯), સપનાનગર, ગાંધીધામ

- મુકેશ ગણેશ વાસુ (૪૫), ગાંધીધામ

- નરેશ નરેન્દ્ર ભેરવાણી (૩૮), શકિતનગર, ગાંધીધામ

- મનસુખભાઈ દેવચંદભાઈ ઠકકર (૬૮) ગાંધીધામ

- અમૃત મકવાણા (૩૮) કારગો,ગાંધીધામ

- જગદીશ ભોજરાજ માંગલીયા (૩૮), મેઘપર(કુંભારડી)

- ભરતકુમાર રમણીકલાલ ત્રિવેદીયા(૫૧) જેસીસ નગર, અંજાર

- જયદીપસિંહ લાલુભા વાઘેલા(૨૪) ચિત્રકુટ-૨, અંજાર

- ભીખા ગોવિંદ કોલી(૪૫), રામદેવનગર, અંજાર

- ડો.હર્ષદ લક્ષ્મીદાસ ઉદેશી ( ૬૮), શેરડી

- અંકિત મકવાણા (૨૩), દેવકીનગર, નખત્રાણા

- ત્રિકાંત સામલ(૨૧) રામ ક્રિષ્ના કોલોની, ભુજ

- કુલવંદરકૌર (૨૨) સિધિૃધ વિનાયક સોસાયટી, ભુજ

- હસીના અલીયાણા(૩૮) રાજેન્દ્રનગર, ભુજ

- રિન્કુ શર્મા (૩૩) ગડા પાટીયા

- લીલાબેન હિરાલાલ ઠકકર( ૬૧) આદિપુર

- ગૌરીબેન ઠકકર (૫૧) ભારતનગર, ગાંધીધામ

- પ્રજ્ઞા પ્રવિણ સોલંકી (૩૮) સરકારી વસાહત, રાવલવાડી, ભુજ

- આર્યન પ્રવિણ સોલંકી( ૧૩) સરકારી વસાહત, રાવલવાડી, ભુજ



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WR1m4v

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages