
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 27 જુલાઈ, 2020, સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત્ છે. પણ ગત ચોવીસ કલાકમાં નવા કોરોના કેસ કરતાં દરદીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધારે છે. આજે કોરોનાના નવા ૭૯૨૪ કેસ નોંધાયા છે. ત્યારે ૮૭૦૬ દરદીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે કોરોનાથી દિવસભર ૨૨૭ જણે જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા ૩,૮૩,૭૨૩ થઈ છે. જ્યારે મરણાંક ૧૩,૮૮૩ થયો છે. અને અત્યાર સુધી કોરોનાના ૧,૪૭,૫૯૨ એક્ટિવ કેસ છે. તેમ જ કુલ ૨,૨૧,૯૪૪ દરદી કોરોનાથી મુક્ત થયા છે.
મુંબઈમાં કોરોનાના ૩૯ દરદી મૃત્યુ પામ્યા હતા અને કોરોનાના નવા ૧૦૩૩ કેસ નોંધાતા અત્યાર સુધી મુંબઈમાં કોરોનાની સંખ્યા વધીને ૧,૧૦,૧૮૨ પહોંચી છે. જ્યારે મુંબઈમાં મરણાંક ૬૧૩૨ થયો છે. જ્યારે અત્યાર સુધી ૮૧,૯૪૪ દરદી કોરોનાથી મુક્ત થયા છે. અને કોરોનાના ૨૧,૮૮૨ એક્ટિવ કેસ છે. તેઓને મુંબઈમાં વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ સિવાય અન્ય શહેરોમાં કોરોનાએ માઝા મૂકી છે. ત્યાં દિનપ્રતિદિન કોરોનાના દરદીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાય છે. થાણેમાં ૮૭,૭૯૦, પુણેમાં ૭૮,૧૩૦, રાયગઢમાં ૧૪,૯૮૨, પાલઘરમાં ૧૪,૪૨૨, નાશિકમાં ૧૨,૮૮૨, ઔરંગાબાદમાં ૧૨,૧૨૨, જળગાંવમાં ૯૫૦૩, કોલ્હાપુરમાં ૩૮૯૧ અને નાગપુરમાં ૩૭૦૪ કોરોના દરદી નોંધાયા હોવાનું રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મુંબઈમાં કોરોના અંકુશમાં છે. આજે નવા ૧૦૩૩ કેસ નોંધાયા હતા. તેની સામે ૧૭૦૬ દરદી કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે ૩૯ જણ મૃત્યુ પામ્યા હતા. એમ મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં કોરોનાના રિકવરીનું પ્રમાણ ૭૩ ટકા છે. અને કોરોનાના દરદીની સંખ્યા બમણી થવાનો સમય ગાળો ૬૮ દિવસ થયો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DgiAB6
No comments:
Post a Comment