નાઝી સિમ્બોલ સાથેની ટ્રમ્પની જાહેરખબર ફેસબૂકે હટાવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 19 June 2020

નાઝી સિમ્બોલ સાથેની ટ્રમ્પની જાહેરખબર ફેસબૂકે હટાવી


વૉશિંગ્ટન, તા.19 જૂન 2020, શુક્રવાર

ફેસબૂકે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સની ફેસબૂક એડવર્ટાઈઝમેન્ટ હટાવી દીધી છે. કેમ કે આ જાહેરખબરમાં નાઝી સિમ્બોલનો ઉપયોગ થયો હતો.     

લાલ કલરનો ઉંધો ત્રિકોણ ધરાવતા એ ચિહ્નનો ઉપયોગ એક સમયે નાઝીઓ પોતાના રાજકીય  કેદીઓ માટે કરતાં હતા. ફેસબૂકે આ એડ હટાવવા વિશે કહ્યું હતું નાઝીવાદ જેવી વિચારધારાને અમે સમર્થન આપતા નથી અને તેનો કોઈ પ્રકારે પ્રચાર ન કરવો એ અમારી નીતિ રહી છે.  આગામી નવેમ્બરમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાને રાખીને ટ્રમ્પે ફેસબૂક પર બુધવારથી જાહેરખબરની શરૂઆત કરી હતી.

ટ્વિટરે પણ ટ્રમ્પની એક વાંધાજનક ટ્વીટ હટાવી હતી. ટ્રમ્પે એક જૂનો વીડિયો મુક્યો હતો, જેમાં શ્વેત-અશ્વેત નાના બાળકો દોડા-દોડી કરતાં હતા. ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે રંગભેદને કારણે એક બાળક બીજાને જોઈને ભાગી રહ્યું છે. એ પછી ટ્વિટરે ટ્વીટ નીચે સૂચના મુકી હતી કે ટ્રમ્પ આ વીડિયો ખોટી રીતે રજૂ કરી રહ્યાં છે. વીડિયો જૂનો છે અને તેની સ્ટોરી કંઈક અલગ જ છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Uj9KW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages