મહેસાણા, પાટણ, પાલનપુર,તા.21 જૂન 2020, રવિવાર
ઉત્તર ગુજરાતમાં રવિવારને ૨૧ જૂનના રોજ વર્ષ ૨૦૨૦નું સૌ પ્રથમ સૂર્યગ્રહણનો અદભુત નજારો સર્જાયો હતો. જેમાં આકાશમાં એક સાથે ચંદ્ર અને ૭૫ ટકા ઢંકાયેલા સૂર્યની અલૌકિક ખગોળીય ઘટના સર્જાઈ હતી. જેને હજારો લોકોએ નિહાળી હતી. જોકે સૂર્યગ્રહણને સવારના ૧૧-૪૨ કલાકે થોડાક સમય માટે રાત્રિના અજવાળા જેવો માહોલ સર્જાયો હતો.
સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જેમાં કરોડો વર્ષથી ચંદ્ર પૃથ્વી અને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. જેમાં ચંદ્ર, પૃથ્વી અનેસૂર્યની વચ્ચે આવી જાય છે. ત્યારે સૂર્યગ્રહણ રચાય છે. રવિવારે સવારે ૯.૫૭ મિનિટ કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રાંભ થયો તો અને બપોરે ૧.૨૩ મિનિટે ગ્રહણ સમાપ્ત થયું હતું. જોકે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણનો અદભૂત અને અલૌકિક નજારો મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળ્યો હતો. જેમાં વાદળો વચ્ચે અર્ધ આકૃતિનો ચંદ્ર અને પૂર્ણ કદમાંથી ઢંકાયા બાદ ફરી પૂર્ણ કદમાં આવતા સૂર્યના સૂર્યગ્રહણની ખગોળીય ઘટનાને અમીરગઢ, પાલનપુર, ડીસા સહિત પાટણ, મહેસાણાના વિસ્તારોમાં લાખો લોકોએ નિહાળી હતી. જોકે સૂર્ય ગ્રહણને લઈ દાન પુણ્ય અને પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય લોકોએ ગરીબોને દાન પુણ્ય કરવાની સાથે પૂજા-પાઠ કર્યા હતા.
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં સૂર્યગ્રહણ નિમિત્તે તમામ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. પાટણમાં પૃષ્ટીમાર્ગી મંદિરો જે હવેલી અને બાળકૃષ્ણ મંદિરો ગણાય છે તે ખુલ્લા રહ્યા હતા. જ્યારે ગ્રહણને જોવા લોકો રસ્તા ઉપર એક્સ-રે ફિલ્મથી જોવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રહણ જેમ-જેમ આગળ વધ્યો તેમ તેમ સૂર્યપ્રકાશ ઝાંખો થયો હતો. બપોરે ૨ઃ૦૦ વાગે મોક્ષ થયો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37MniC4
No comments:
Post a Comment