કડી દારૂકાંડઃ આરોપી પીઆઈના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 19 June 2020

કડી દારૂકાંડઃ આરોપી પીઆઈના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

મહેસાણા,તા.19 જૂન 2020, શુક્રવાર

કડી પોલીસ મથકમાં બુટલેગરો પાસેથી કબજે લેવામાં આવેલા વિદેશી દારૃના વેચાણનો પર્દાફાશ થતા પીઆઈ સહિત નવ પોલીસ કર્મચારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ લોકડાઉન દરમિયાન બહાર આવ્યું હતું. આ પ્રકરણને લઈ સમગ્ર જિલ્લા સહિત રાજ્યભરમાં તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. આ કેસના આરોપી પીઆઈએ મહેસાણા એડીશનલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની માંગણી કરી હતી. જોકે કેસની ગંભીરતા  તેમજ સરકારી વકીલની દલીલો આધારે કોર્ટે આરોપી પીઆઈની આગોતરા જામીન અરજી ફગાવી હતી. 

કડી પોલીસ મથકમાં દારૃકાંડને લઈ ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દારૃકાંડની તપાસ કરનાર સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં આ કથિત દારૃ પ્રકરણમાં સંડોવાયેલ પીઆઈ સહિત નવ પોલીસ કર્મચારીઓએ રૃ.૧૫ લાખના વિદેશી દારૃની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો હતો. જે અંતર્ગત પીઆઈ સહિત નવ કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કડી પોલીસ મથકના તત્કાલીન ઈન્ચાર્જ પીઆઈ ઓ.એમ.દેસાઈ સહિત કેટલાક પોલીસકર્મીઓ લોકડાઉન દરમિયાન આર્થિક ફાયદો ઉઠાવવા બુટલેગરો પાસેથી જુદાજુદા ગુનાઓમાં કબજે લેવાયેલ વિદેશી દારૃના જથ્થાનું વેચાણ કરી રહ્યા છે તેવી બાતમી મળતા ગાંધીનગર રેન્જ આઈજી મયંક ચાવડાએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. આ તપાસના પગલે પીઆઈ સહિત કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તપાસ દરમિયાન તપાસ ટીમે નર્મદા કેનાલમાંથી પણ વિદેશી દારૃનો જથ્થો કબજે લીધો હતો. જે બાદ સમગ્ર પ્રકરણ ધીમેધીમે બહાર આવ્યું હતું. જેમાં તત્કાલીન ઈન્ચાર્જ પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો હતો.

આ કેસમાં સંડોવાયેલ આરોપી પીઆઈ ઓ.એમ.દેસાઈએ મહેસાણા એડીશનલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી એડીશનલ સેસન્સ જજ એ.પી.કંસારા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલો આધારે કોર્ટે આરોપી પીઆઈની આગોતરા જામીન અરજી ફગાવી હતી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ejCh8O

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages