વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ચાંદીમાં રૂપિયા 1200નો કડાકોઃ સોનામાં પણ ધીમો ઘટાડો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 June 2020

વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ચાંદીમાં રૂપિયા 1200નો કડાકોઃ સોનામાં પણ ધીમો ઘટાડો


મુંબઈ,03 જુન 2020 બુધવાર

વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. ચાંદી ગઈકાલની સરખામણીએ પ્રતિ કિલો રૂપિયા 1200 જેટલી ગબડી હતી. લોકડાઉન હળવા થવા સાથે મુંબઈ સોનાચાંદી બજાર આવતા સપ્તાહેથી ફરી ખૂલી જવાની ચર્ચા છે. જો કે હાલના તબક્કે ખરીદનારા કરતા વેચનારા વધુ રહેવાની ગણતરી રખાઈ રહી છે.

સ્થાનિકમાં .999 ચાંદીના એક કિલોના ભાવ જે ગઈકાલે જીએસટી વગરના રૂપિયા 49540 રૂપિયા હતા તે આજે 1200 રૂપિયાથી વધુ ગબડીને નીચામાં રૂપિયા 48220 થઈ છેવટે 48295 બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ગોલ્ડ 99.50ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા 46887 રહ્યા હતા તે આજે નીચામાં રૂપિયા 46502 થઈ છેવટે 46657 રૂપિયા બંધ રહ્યા હતા. 99.90 ગોલ્ડના ભાવ જે ગઈકાલે રૂપિયા 47075 રહ્યા હતા તે પ્રારંભમાં ઘટીને રૂપિયા 46689 થઈ રૂપિયા 46845 બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઊંચકાતા કિંમતી ધાતુના ભાવ પર અસર જોવા મળી છે.

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ 1744 ડોલરવાળું મોડી સાંજે 1725.30 ડોલર બોલાતું હતું અને ચાંદી પ્રતિ ઔંસ 18.28 ડોલરવાળી 18 ડોલરની અંદર ઊતરીને 17.95 ડોલર બોલાતી હતી. રોકાણકારો ફરી ઈક્વિટીઝ તરફ વળી રહ્યા હોવાનું ચર્ચાતુ હતું. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ 850 ડોલરવાળા ઘટીને 842 ડોલર જ્યારે પેલેડિયમ 1967 ડોલરવાળું 1959 ડોલર બોલાતું હતું. 

સ્થાનિક કરન્સી બજારમાં અફરાતફરી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં ઉછાળાને પગલે પ્રારંભમાં રૂપિયામાં મજબૂતાઈ જોવાઈ હતી. ડોલર જે ગઈકાલે 75.37 રૂપિયા રહ્યો હતો તે આજે ગબડીને 75.01 રૂપિયા થઈ ઉપરમાં 75.54 થયા બાદ 75.46 રૂપિયા બંધ રહ્યો હતો. ગઈકાલની સરખામણીએ ડોલર 9 પૈસા સુધર્યો છે. પાઉન્ડ ઈન્ટ્રાડેમાં 95 રૂપિયાની સપાટીને પાર કરી 95.06 રૂપિયા થઈ છેવટે 94.97 રૂપિયા બંધ રહ્યો હતો. પાઉન્ડ 56 પૈસા વધીને બંધ રહ્યો છે. યુરો 48 પૈસા વધી 84.62 રૂપિયા બંધ રહ્યો હતો. ક્ડ ઓઈલમાં ઓપેક દેશો તથા રશિયાની બેઠક પર નજર રહેલી છે. ક્ડ તેલમાં ન્યુયોર્ક બેરલ દીઠ 36.20 ડોલર જ્યારે બ્રેન્ટ 39 ડોલરની અંદર ઊતરી 38.90 ડોલર બોલાતુ હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3czzEhA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages