આંબલિયાસણ, તા.24 મે 2020, રવિવાર
કોરોના મહામારીમાં લગ્ન સહિત અનેક પ્રસંગો બંધ છે ત્યારે લોકડાઉન-૪ માં સરકાર દ્વારા નિયમોને આધિન અપાયેલ છૂટછાટ વચ્ચે મહેસાણા જિલામાં રવિવારના રોજ તંત્રની મંજૂરીથી કાયદાના પાલન સાથે લગ્ન યોજવામાં આવ્યા હતા.
કડીના યુવક સુથાર અનિલ ગણપતલાલના લગ્ન આંબલિયાસણ રહેતા સુથાર જયંતિલાલની દીકરી પ્રવીણ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં બંનેના પરિવારજનો ૫ દિવસ પહેલા મામલતદાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેમાં સરકારના નિયમને આધિન ૫૦ જેટલા માણસો સાથે મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે રવિવારના રોજ કડીથી ૧૫ જેટલા માણસો સાથે યુવક લગ્ન કરવા માટે આંબલિયાસણ આવ્યા હતા. જેમાં છોકરી પક્ષે ૧૭ જેટલા માણસો સાથે વર, કન્યા સહિત ૪૦ જેટલા વડીલોની હાજરીમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે માસ્ક પહેરીને લગ્ન યોજવામાં આવ્યા હતા. લગ્ન સમયે સેનેટાઈઝનો ઉપયોગ તેમજ દરેકના મોંઢા ઉપર માસ્ક અને દરેક વ્યક્તિથી સોશિયલ ડીસ્ટન્સ રાખીને સરકારી નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આમ સાદાઈથી યોજાયેલા લગ્નથી અનેક લોકોને પ્રેરણા મળી છે. લોકડાઉનમાં મહેસાણા જિલ્લામાં લગ્ન પુર્ણ થયા હતા.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZzqfE4
No comments:
Post a Comment