મહેસાણા, તા. 02 મે 2020, શનિવાર
લોકડાઉન-૩ ની અમલવારી આવતીકાલથી શરૃ થઈ રહી છે. પરંતુ હજુ સુધી લોકો કોરોનાની ગંભીરતા સમજ્યા નથી. મહેસાણા શહેરમાં સવારે મળેલી છુટછાટનો લોકો ભારે દુરુપયોગ કરી રહ્યા હોય તેમ બે ત્રણ દિવસથી લોકડાઉનના જાણે લીરેલીરા ઉડતા નજરે પડે છે. વિશેષ કરીને સવારના સુમારે શહેરના ગોપીનાળા વિસ્તારમાં વાહનવ્યવહાર ધમધમી ઉઠતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. વળી મોંઢા પર માસ્ક પહેરવું તો દુર લોકો વચ્ચે જરૃરી અંતર પણ જળવાતું નથી.
મહેસાણા જિલ્લાને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યો છે. લોકોને જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ મેળવવા તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા સવારે ૭ થી ૧૧ સુધી ખરીદી કરવા આંશિક છુટછાટ આપવામાં આવી છે. પરંતુ આ છુટછાટનો લોકો દુરુપયોગ કરી રહ્યા હોવાનું જણાય છે. સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવતું નથી. કરિયાણા, દૂધ પાર્લર, શાકભાજી સ્ટોલ, અનાજ દળવાની ફેક્ટરી, બેન્કો જેવા સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે. સવારના સુમારે તો જાણે કોરોના સામે જીત મેળવી ચુક્યા હોય તેમ લોકો બહાર નીકળી રહ્યા છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં એકસરખી પરિસ્થિતિ જોવા મળે છે. લોકો માસ્ક પણ પહેરવાનું મુનાસીબ માનતા નથી. તો એકબીજાથી જરૃરી અંતર પણ જાળવતા ન હોવાથી કોરોના સંક્રમણનો ખતરો વધવાની શક્યતા રહેલી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c03hZQ
No comments:
Post a Comment