ધાનેરામાં હાથમાં કાળી પટ્ટી ધારણ કરી હૂમલાનો વિરોધ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 15 May 2020

ધાનેરામાં હાથમાં કાળી પટ્ટી ધારણ કરી હૂમલાનો વિરોધ

ધાનેરા,તા.15 મે 2020, શુક્રવાર

ધાનેરા તાલુકાના ધનપુરા ખેડા ગામની મહિલા આંગણવાડી કાર્યકર પર હૂમલાને લઈ ધાનેરા તાલુકાની આંગણવાડી કાર્યકરો ભારે રોષે ભરાઈ છે. ધાનેરા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની સુરક્ષા બાબતે રજૂઆત કરી હતી.

ધાનેરા તાલુકાના ધનપુરા ખેડા ગામમાં આંગણવાડી કાર્યકર પર ગતરોજ ફરજ દરમિયાન બે ઈસમો દ્વારા હૂમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આંગણવાડી મહિલા કર્મચારીઓને ખાસ કરીને સરકારની સૂચના મુજબ ખેતર ખેતર સુધી પહોંચી સર્વે તેમજ આહારની ચીજવસ્તુઓ પહોંચાડવાની હોય છે.જ્યારે હાલ કોરોના મહામારી બાબતે પણ આશાવર્કર સાથે આંગણવાડી કર્મચારીઓ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જોકે ગતરોજ ધનપુરા ખેડા ગામની ૫૬ વર્ષીય મહિલા કર્મચારી પર થયેલ હૂમલા બાબતે ધાનેરાની આંગણવાડી કર્મચારીઓ ધાનેરા પ્રાંત અધિકારી કચેરી પહોંચી મહિલાઓની સુરક્ષા બાબતે રજૂઆત કરી આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરી હતી. ધાનેરા પ્રાંત અધિકારીએ પણ મહિલા કર્મચારીઓને તેમની માંગણી બાબતે પૂરતા ન્યાયની ખાતરી આપી હતી. આંગણવાડી મહિલાઓએ ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડીને પણ આવેદનપત્ર આપી આવી ઘટના ફરી ન ઘટે અને મહિલાો નીડરતા પૂર્વક પોતાની ફરજ નિભાવે તે બાબતે ગંભીરતા દાખવવા માટે રજૂઆત કરાઈ હતી. હાથમાં કાળી પટ્ટી ધારણ કરી આજે મહિલાઓએ આ હૂમલાનો સખત વિરોધ કર્યો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y76k3P

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages