મહેસાણા,તા.22 મે 2020, શુક્રવાર
શ્રમિક કાયદામાં ફેરફારને લઈ બેન્ક કર્મચારીઓમાંભારે રોષ ઉદભવ્યો છે. યુ.પી., મધ્યપ્રદેશઅને ગુજરાત દ્વારા શ્રમિક કાયદામાં સુધારા કરાશે ત્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં એસબીઆઈ સિવાયની બેન્કોના કામદારોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
નોર્થ ગુજરાત દેના બેન્ક એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદાર અનિલ સોલંકીએ જણાવ્યું કે યુ.પી., મધ્યપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં શ્રમિક કાયદામાં સુધારો કરેલ છે. માલિકોને આ કાયદા હેઠળ ૩ વર્ષ માટે મજૂર કાયદામાંથી મુક્તિ આપેલ છે. માલિકોને કર્મચારીને ગમે ત્યારે છટણી કરી શકે તેવા અધિકાર આપેલ છે. મજૂરોના કામના કલાક આઠથી વધારી ૧૨ કરવામાં આવેલ છે. વધારાના કામકાજનું કોઈ વળતર આપવાની પણ જોગવાઈ નથી. આમ કામદારો બોન્ડેડ લેબર તરીકે રાખવાની સત્તા આપવામાં આવેલ છે. આ મજૂર વિરોધી નીતિને લઈ મહેસાણા, પાટણ, બનાસકાંઠાના એસબીઆઈ સિવાય બેન્કોના કામદારોએ કાળીપટ્ટી ધારણ કરી કામકાજ સંભાળ્યું હતું. આ ત્રણેય જિલ્લામાંથી ૧ હજાર ઉપરાંત કર્મચારીઓએ આ કાયદામાં સુધારાનો વિરોધ નોંધાવ્યો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zfD2Rk
No comments:
Post a Comment