કોરોનાના દરદીને લોહી પાતળું કરતી દવા આપવા આરોગ્ય ખાતાની મંજૂરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 16 May 2020

કોરોનાના દરદીને લોહી પાતળું કરતી દવા આપવા આરોગ્ય ખાતાની મંજૂરી



મુંબઇ, તા.16 મે, 2020, શનિવાર

મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાએ કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓની સારવારમાં બ્લડ થિનર્સ (રક્તની ઘટ્ટતા ઓછી કરતી દવાઓ)નો ઉપયોગ કરતા મંજૂરી આપી છે. આ દરદીઓ માટે બ્લડ  કોટસ (લોહી ગંઠાઇ - જામીજવા)નું મહાભયંકર જોખમ વધતા જતા પ્રમાણમાં હોવાનું દર્શાવતા અનેક પુરાવા ધ્યાનમાં આવતા બ્લડ થિનર્સના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના હ૭લ્થ ડિરેક્ટર ડો. અર્ચના પાટીલે જારી કરેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે કોવિડના પોઝિટીવ દરદીઓના મરણ પામવાની શક્યતાના નક્કર સંકેત તેની નસો (રક્તવાહિનીઓ)માં લોહી જામી જવા પરથી મળે છે. આ સ્થિતિમાં લોહી પાતળું કરવા માટેની દવા હેપટિન આપવામા  આવે છે.

આ પરિપત્ર તમામ પાલિકા કમિશનરો જિલ્લા  સિવિલ સર્જનો તથા મેડિકલ કોલેજોને મોકલવામા આવ્યો છે.

હેપરિન- લોક મોલિક્યુલર વેટ હેપરિન (એલએમડબલ્યુએચ)ના રોગનિરોધક તરીકે તથા થેરાપ્યુટિક (ચિકિત્સા સંબંધી) ઉપયોગના નિયમો નિષ્ણાતોની એક રાજ્ય સ્તરની સમિતિએ તૈયાર કર્યા છે. એમ પરિપત્રમાં જણાવાયું છે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે કોવિડના દરદીના અનેક અવયવો નિષ્ફળ જાય તે સર્વસાધારણ લક્ષણ છે. અનેક અવયવો કામગીરી કરતા બંધ થાય તેના અનેક કારણો હોય છે પરંતુ તેમાં રક્તવાહિનીઓમાં અતિ પ્રમાણમાં લોહી જામી જવાના કારણનો પણ સમાવેશ થાય છે. કોરોનાના દરદીના મરણની શક્યતાનો નક્કર સંકેત તેની રક્તવાહિનીઓમાં લોહી જામી જવા (ડિસએમિનેટેડ ઇન્ટ્રાવસ્ક્યુલર કોઓગ્યુલેશન-ડી-આઇસી) પરથી મળે છે. અ કોરોનાના ૭૦ ટકા જીવલેણ કેસોમાં આ સ્થિતિ જોવા મળી છે.

લોહી પાતળું કરનારી દવા તરીકે હેપરિન અવયવોમાં અને વિશેષ કરીને ફેફસાની કેશવાહિનીઓ સહિતની રક્તવાહિનીઓમાં રૃધિરાભિસરણમાં અવરોધક બનતી લોહીની ગાંઠો (ક્લોટ)ને કદાચ ઓછી કરી શકે. સ્ટેજ-૧ના તથા અન્ય બિમારીઓવાળા હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોનાના તમામ દરદીઓને લો મોલિક્યુલર હેપરિનનો જોઝ આપવાની ભલામણ કરવામાં આવે છે એવું સૂચન પણ પરિપત્રમાં કરવામાં આવ્યું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LAPduA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages