The Cong corporator will not be present at the no-confidence motion meeting
મહેસાણા,તા.15 મે 2020, શુક્રવાર
મહેસાણા નગરપાલિકાની ૧૮મીએ બોલાવેલ સાધારણસભાનો કોંગ્રેસે શરૃઆતથી જ વિરોધ નોંધાવ્યો છે. જેમાં હાલની કોરોનાની પરિસ્થિતિને લઈ તમામ કોંગી કોર્પોરેટરો બેઠકમાં હાજર નહી રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહેસાણા પાલિકાના ઉપપ્રમુખની અવિશ્વાસ સામેની દરખાસ્ત મામલે તા.૧૮ મેના રોજ પ્રાંત અધિકારી દ્વારા સાધારણ સભા બોલાવવા જણાવતાં પાલિકા દ્વારા તમામ કોર્પોરેટરોને એજન્ડા મોકલવામાં આવ્યો હતો. જોકે એક જ કાગળમાં સહીકરવાની હોવાથી તમામ કોંગી કોર્પોરેટરોએ કોરોના લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટનીંગના કારણે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે આગામી મિટીંગમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની સુચનાથી તમામ કોંગી કાર્પોરેટરો અવિશ્વાસની દરખાસ્ત અંગેની મિટીંગમાં લોકડાઉનની પરિસ્થિતિમાં હાજર નહી રહેવા સુચના કરેલ છે. જોકે ૭મી માર્ચના રોજ યોજાયેલ ચુંટણીમાં ભાજપના નવીન પરમાર કોંગ્રેસી સદસ્યોના સહયોગથી પ્રમુખ બન્યા હતા. તેજ દિવસે કોંગ્રેસના ૨૦ જેટલા સભ્યોએ સહીઓ કરી કોંગ્રેસના જ સહયોગથી ઉપપ્રમુખ બનેલા રઈબેન પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. પરંતુ કોરોના વાઈરસ અને લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. હવે તા.૧૮મીના રોજ શું નવા જુની થશે તેની સામે મીટ મંડાઈ છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zLQ5cM
No comments:
Post a Comment