ભરોસાપાત્ર કિટથી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ શરૃ કરવા સરકારને હાઇકોર્ટનો આદેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 May 2020

ભરોસાપાત્ર કિટથી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ શરૃ કરવા સરકારને હાઇકોર્ટનો આદેશ



મુંબઇ, તા.2 મે, 2020 શનિવાર

ઇન્ડિયન કાઉન્સિલ ફોરમેડિકલ રીસર્ચ (આઇસીએમઆર)એ કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ની મહામારી પર જાપ્તો રાખવા તથા તેને રોકવા રેપિડ એન્ટિબોડી ટેસ્ટની ઉપયોગીતાને માન્યતા આપી છે ત્યારે ભારતીય કંપનીઓએ પૂરી પાડેલી તથા ઉપલબ્ધ કિટસ દ્વારા આવા ટેસ્ટ શરૃ કરવાનો આદેશ બોમ્બે હાઇકોર્ટ (એચસી)ની નાગપુર બેન્ચે રાજ્ય સરકારને આપ્યો છે.

ઉપલબ્ધ ભરોસાપાત્ર કિટસ દ્વારા રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા દરખાસ્ત કરાયેલા પગલાંની નોંધ રેકોર્ડમાં મૂકવાનો આદેશ પણ એચસીએ સરકારને આપ્યો હતો. આવા ટેસ્ટના પરિણામ ઝડપથી મળતાં હોવાનું તથા તેથી કોવિડ-૧૯નો ઝડપી ફેલાવો હોય અથવા તે અંગેની દહેશત હોય તેવા વિસ્તારોમાં કોરોનાના ઉપદ્રવને પહોંચી વળવા માટેની પોતાની યોજના તૈયાર કરવામાં આવા ટેસ્ટ સહાયરૃપ હોવાની બ બતને ધ્યાનમાં લેતા રેપિટ એન્ટિબોડી ટેસ્ટ કરવા અત્યંત મહત્વનું છે. એમ અદાલતે કહ્યું હતું.

કોરોનાના રોગચાળામ  રાહત અને તબીબી સારવારની સુવિધાની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) સહિતની વિવિધ અરજીઓની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરતાં  ન્યાયમૂત મનીષ પિતળેની સિંગલ જજ બેન્ચે આ આદેશ આપ્યો હતો.

કોરોનાના ઉપદ્રવને રોકવા મોખરાની હરોળ (ફ્રન્ટલાઇન)માં રહીને ફરજ બજાવતા ડોક્ટરો, આરોગ્યકર્મીઓ તથા પોલીસકર્મીઓના અગ્રતાક્રમે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરવા માટે પણ અદાલતે કેન્દ્ર તથા મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતુ.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wnc814

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages