પાલનપુર,તા.22 મે 2020, શુક્રવાર
પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે ગ્રામ પંચાયતની લાપરવાહીના કારણે ગામલોકોને પ્રાથમિક સુવિધા મેળવવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જેમાં હાલના ભરઉનાળે ગામલોકોને પીવાના પાણી માટે વલખાં મરવા પડી રહ્યા છે. જોકે ગામમાં પીવાના પાણીની સમસ્યાનો હલ લાવવા માટે ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા સરપંચને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવાછતાં કોઈ જ પ્રકારનું પરિણામ ના આવતા સરપંચની મનમાની અને કથિત કૌભાંડને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત ૬ સભ્યોએ પંચાયતના સભ્યપદેથી રાજીનામા આપી દેતા હડકંપ મચી જવા પામ્યો છે.
કોરોનાના કહેરને લઈ લોકડાઉનના માહોલમાં પાલનપુર તાલુકાની કુંભાસણ ગ્રામ પંચાયત વિવાદમાં સપડાઈ છે. ૧૦ વોર્ડ ધરાવતી આ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ઉપસરપંચ સહિત ૬ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. જેમાં સરપંચ ગ્રામ પંચાયતના વહિવટમાં સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરી કથિત ભ્રષ્ટાચાર આચરતા હોવાના તેમજ સરકારી ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે ગામના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. જે અંગે ગ્રામજનો દ્વારા અનેક વાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમછતાં સરપંચ દ્વારા તેની નિરાકરણ લાવવામાં ન આવતા અને પ્રજાના કામો ન થતા હોઈ આખરે ગ્રામ પંચાયત ઉપસરપંચ, ન્યાય સમિતિના ચેરમેન સહિતના છ સભ્યોએ ગ્રામ પંચાયતના સભ્ય પદેથી રાજીનામા આપી દેતા ગ્રામ પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જવા પામ્યો છે.
રાજીનામું આપનાર સભ્યો
૧. અનિલ અમૃતલાલ સાળવી (સભ્ય)
૨. ગીતાબેન ભરતભાઈ લુટયા (સભ્ય)
૩. મોહનભાઈ ગણેશભાઈ હાજીપુરા (સભ્ય)
૪. અમરત બેચરભાઈ ગેલોતર (ન્યાય સમિતિના ચેરમેન)
૫. સરદાર ખુમાજી માજીરાણા (સભ્ય)
૬. રમેશ વીરાભાઈ મેસરા ( ઉપસરપંચ)
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XloXK7
No comments:
Post a Comment