અમીરગઢમાં આરોગ્ય સેતુ એપમાં કોવિડ-19ના પોઝિટિવ કેસ બતાવતા તર્ક-વિતર્ક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 May 2020

અમીરગઢમાં આરોગ્ય સેતુ એપમાં કોવિડ-19ના પોઝિટિવ કેસ બતાવતા તર્ક-વિતર્ક

અમીરગઢ, તા.02 મે 2020, શનિવાર

કોરોના વાઈરસના સંક્રમણથી આપણી આસપાસ હોય તો લોકોને ખબર પડે અને તેનાથી સાવધાન રહી તંત્રને જાણ કરે તે માટે સરકારે આરોગ્ય સેતુ એપ આપેલ છે. આ એપમાં અમીરગઢમાં બે પોઝિટિવ કેસ બતાવતા અમીરગઢ વાસીઓમાં ડરનો માહોલ બની ગયેલ છે.

કોરોના વાઈરસ આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુક્યો છે ત્યારે ભારત સરકારે કોરોનાના સંક્રમણ વધારે લોકોમાં ના ફેલાય તે માટે લોકડાઉન કરેલ છે. જે દેશવાસીઓ આનું પાલન કરી રહ્યા છે. લોકોને પોતાની સ્વસાવધાની માટે સરકારે આરોગ્ય સેતુ એપ નામની એપ મુકેલ છે. જેમાં તમારી આસપાસ કોરોનાગ્રસ્ત લોકો હોય તો તમને ખબર પડી શકે છે અને આવા લોકોથી દૂર રહી પોતાનો બચાવ કરી શકાય  પરંતુ અમીરગઢમાં બે દિવસથી આ એપમાં એકથી બે કિલોમીટરની રેન્જમાં કોવિડ-૧૯ ના બે પોઝિટિવ કેસ બતાવી રહ્યા છે. જેને લઈ અમીરગઢ વિસ્તારમાં ડરનો માહોલ બની ગયેલ છે પરંતુ નવાઈની વાત તો એ છે કે તંત્રને એની જાણ પણ નથી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VX1nnl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages