Coronavirus: મહારાષ્ટ્રમાં 6 નવા કેસ, સમગ્ર દેશમાં 20ના મોત નીપજ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

Coronavirus: મહારાષ્ટ્રમાં 6 નવા કેસ, સમગ્ર દેશમાં 20ના મોત નીપજ્યા

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2020 શનિવાર

દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા વધીને 860ને પાર થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધી આ વાયરસથી 20ના મોત નીપજ્યા છે. દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. લોકડાઉનનો આજે ચોથો દિવસ છે પરંતુ દેશના કેટલાક ભાગોમાં મજૂરોની હિજરત ચિંતાનો વિષય છે. 

મજૂર પગપાળા જ પોતાના પરિવાર સાથે વતન પાછા ફરી રહ્યા છે. આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માગ કરવામાં આવી છે કે કોર્ટ વહીવટીતંત્રને આદેશ આપે કે આ લોકોને દરેક જગ્યાએ શેલ્ટર હોમમાં રાખીને તમામ સુવિધાઓ આપવામાં આવે.

ભોપાલમાં પત્રકાર વિરૂદ્ધ કેસ દાખલ

ભોપાલમાં શાસકીય આદેશોના ઉલ્લંઘન કરવાના ગુના હેઠળ એક પત્રકાર વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે. તેની પર ગુના સંખ્યા 67/20 કલમ 188, 269, 270 IPC હેઠળ ગુનો નોંધાયો છે. સંબંધિત પત્રકાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં પણ ગયા હતા. બાદમાં તેમને કોરોના પોઝિટીવ મેળવવામાં આવ્યા છે.


ચંદીગઢમાં વધુ એક કેસ કોરોના પોઝિટીવ

ચંદીગઢમાં વધુ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ મેળવવામાં આવ્યો છે. આ રીતે અહીં સંક્રમિતોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 861 થઈ ગઈ છે. જ્યારે COVID-19ના કારણે અત્યાર સુધી 20 લોકોના જીવ ગયા છે.

મહારાષ્ટ્રમાં વધુ 6 કોરોના કેસ પોઝિટિવ

મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર રાજ્યમાં કોરોના પોઝિટિવના 6 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 5 કેસ મુંબઈમાં અને એક નાગપુરમાં સામે આવ્યા છે. આ રીતે કુલ કોરોના પોઝિટિવોની સંખ્યા વધીને 159 થઈ ગઈ છે.

ડોર્નિયર વિમાનથી પૂણે લવાયા 60 ટેસ્ટિંગ સેમ્પલ

ભારતીય નૌસેના, શુક્રવાર રાતે ડોર્નિયર વિમાનથી કોરોના વાયરસ ટેસ્ટિંગ માટે 60 સેમ્પલ લઈને પૂણે પહોંચી છે. આને INS હંસા એર સ્ટેશન(ગોવા) થી લાવવામાં આવ્યા છે. ગોવા સ્વાસ્થ્ય વિભાગ પોતે આને લઈને પૂણે પહોંચ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QLHlt5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages