
આણંદ, તા.28 માર્ચ 2020, શનિવાર
કુદરતી આપદા હોય કે માનવસર્જિત દરેક સમસ્યામાંથી માનવજગતને ઉગારવા નારીશક્તિ વ્હારે આવી જ છે.
સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોનાની મહામારી સામે જંગ ખેલી રહ્યું છે ત્યારે ગુજરાતના આણંદ જિલ્લામાં પણ આ જંગ પૂરતી તકેદારી સાથે વહીવટી તંત્ર લડી રહ્યું છે. કોરોના વાયરસના બચાવ માટે વ્યક્તિએ પોતે પણ માસ્ક પહેરવાની જરૂરીયાત છે. જેથી માસ્કની માંગ એકાએક વધી જતા તેની માંગ સામે પુરવઠાને પહોંચી વળવાની જરૂરીયાત ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માસ્કનો પુરવઠો જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આ આયોજનને ધ્યાને રાખી જરૂરીયાત મુજબના અને તે પણ સારી ક્વોલીટીના અને સસ્તા માસ્ક પુરા પાડવાનું બીડું આણંદ શહેરમાં આવેલા નારી ગૃહની બહેનોએ ઝડપ્યુ છે.
હાલ કોરોનાની વૈશ્વિક મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે અને સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળનાં અને જાગૃત મહિલા સંગઠન, આણંદ દ્વારા સંચાલિત સ્વધારગૃહ (નારીગૃહ)માં નિવાસ કરતી મહિલાઓ દ્વારા હાલ માસ્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નારીગૃહ દ્વારા અત્યાર સુધી ૩૦૦૦થી વધુ માસ્ક બનાવીને કોરાના સામેનાં જંગમાં પોતાનો સિંહફાળો નોંધાવેલ છે.
આ અગાઉ પણ ભૂકંપ અને સુરત હોનારત વખતે નારી ગૃહની નિવાસી મહિલા દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી હરહંમેશ આપત્તિના વ્યવસ્થાપનમાં પોતાનો સિંહફાળો આપેલ છે. વધુમાં એક મહિલાએ જણાવ્યું હતું કે અમે કોટનના કપડામાંથી અને ખાસ કરીને સફેદ કલરનાં માસ્ક બનાવીએ છીએ જે વોશેબલ છે અને ટકાઉ પણ છે. સફેદ રંગના કારણે ગરમીના સમયે સૂર્યપ્રકાશથી પણ રક્ષણ મળશે. આ માસ્ક બનાવીને અમે આણંદ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ તેમજ કંપનીઓમાં વિતરણ કરવાના છીએ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39k04Cs
No comments:
Post a Comment