સુરત, તા. 27 માર્ચ 2020 શુક્રવાર
વતન જવા માટે સુરતમાં વસતા લોકો એટલી હદે રઘવાયા થયા છે કે રસ્તામાં જે વાહન મળે તે વાહનમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે પગપાળા જતા પરપ્રાંતીઓએ અંતિમ યાત્રા માટેના વાહનમાં પણ ચડી ગયા હતા !
અંતિમ યાત્રાના વાહનમાં સવાર થઈને જતા પરપ્રાંતીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ ઘટના ગઈકાલે સાંજે સાડા છ વાગ્યા પછી બની હતી અને થોડીવારમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ફરતો થઇ ગયો હતો.
આ વિડીયો ફરતો થતા કેટલોકોને મનોરંજન મળ્યું હતું, તો કેટલાકોએ આ જ જોવાનું બાકી રહી ગયું હતું, એવી ટીપ્પણી પણ કરી હતી. કામરેજ જવા માંગતા પ્રવાસીઓને બીજું કોઈ વાહન નહીં મળતાં અંતિમયાત્રા માટેના વાહનમાં ચડી ગયા હતા.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dDo07l
No comments:
Post a Comment