ખેડા જિલ્લાની 80 થી વધુ ક્વોરી ઠપ 1500 કામદારોને ઘેર બેઠા પગાર મળશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

ખેડા જિલ્લાની 80 થી વધુ ક્વોરી ઠપ 1500 કામદારોને ઘેર બેઠા પગાર મળશે


નડિયાદ, તા.27 માર્ચ 2020, શુક્રવાર

કોરોના વાયરસની ઝપટમાં ખેડા જિલ્લાનો ક્વોરીઉદ્યોગ મૃતપાય: બન્યો છે. જિલ્લાના છેવાડાની ૮૦થી વધુ  ક્વોરીઓના મશીન થંભી ગયા હોવા છતાં દોઢ હજાર કામદારોને ઘરે બેઠા ૧૨ લાખ રૂપિયાનો પગાર આપવાનો માનવીય નિર્ણય જાહેર થયો છે. દિવસના હજારો ટન ગ્રીટ અને કપચીનું ઉત્પાદન કરતી આ ક્વોરીઓ અત્યારે લોકડાઉન છે. જેને કારણે ક્વોરી ઉદ્યોગનું કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડયું છે.  આમ છતાં આ ક્વોરીઓમાં કામ કરતા દોઢ હજારથી વધુ કારીગરોને ઘરે બેેઠા પગાર આપવાનો માનવતાભર્યો નિર્ણય ક્વોરી માલિકોએ કર્યો છે. 

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનું વડુમથક સેવાલીયા ક્વોરી ઉદ્યોગને કારણે જાણિતું છે. અહીં ખેડા,વડોદરા અને પંચમહાલ જિલ્લાની બોર્ડર ઉપર  લગભગ ૮૦થી વધુ ક્વોરીઓ આવેલી છે. જે દરરોજનું ૧૦ કરોડ કિલોની કપચી અને ગ્રીટનું ઉત્પાદન કરે છે અને તેથી અહીં દિવસનું અંદાજિત ટર્ન ઓવર ૩૮ લાખ જેટલું થાય છે. આ ક્વોરી ઇન્ડસ્ટ્રીમાં આજે અંદાજે ૧૨૦૦થી વધુ મજૂરો અને ટ્રકોના ૫૨૦ જેટલા ડ્રાઇવર-કંડક્ટરો કામ કરે છે. એક અંદાજ મુજબ ૧૭૨૦ જેટલા કર્મચારીઓના પરિવારો આ ક્વોરી ઉદ્યોગ પર નભે છે. જેમાં કામદારને દૈનિક ૩૦૦ રૃા, અને ડ્રાઇવરને દિવસનો ૪૦૦ રૂપિયા જેટલું સરેરાશ મહેનતાણું ચૂકવવામાં આવે છે. 

દેશવ્યાપી કોરોના સંકટને ટાળવા સરકાર દ્વારા અપાયેલા લોકડાઉનના આદેશોના પગલે આ તમામ ક્વોરીઓ ગત્ ૧૮ માર્ચથી બંધ રાખવામાં આવી છે. જેને કારણે આ ૧૭૨૦ કર્મચારીઓને ઘરે બેઠા પગાર આપવાનું નક્કી કરાયું છે. ઉપરાંત સરકારનો લોકડાઉન સમાપ્તના આદેશ સુધી આ તમામ ક્વોરીઓ બંધ રાખવી તેમ ક્વોરી એસોસીએશનના પ્રમુખે જણાવ્યું છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WO3BpZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages