
પોરબંદર,તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર
પોરબંદર રેડક્રોસ સોસાયટીને વિશિષ્ટ માનવતાવાદી પ્રવૃત્તિઓ બદલ સ્પેશ્યલ એવોર્ડ રાજયપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છેતાજેતરમાં ઈન્ડિયન રેડક્રોસસોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચની એ.જી.એમ. મીટીંગ - ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાત રાજયના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજયના નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી.
સમગ્ર ગુજરાતની જિલ્લા અને તાલુકા રેડક્રોસ બ્રાન્ચના પ્રતિનિધિઓ આ સમારંભમાં પસ્થિત રહેલ હતાં. આ પ્રસંગે વર્ષ ૨૦૧૯-૨૦ માં જે રેડક્રોસ બ્રાન્ચે વિશિષ્ટ કાર્યો કરેલ હતા તેઓને એવોર્ડો અર્પણ થયેલા હતાં. જેમાં પોરબંદર રેડક્રોસ ડિસ્ટ્રીકટ બ્રાન્ચને જુદી જુદી માનવતાવાદી પ્રવૃત્તિ અંગે ખાસ સ્પેશ્યલ એવોર્ડ ગવર્નરના હસ્તે અપાયેલ હતો.
જેમાં અલગ અલગ પ્રકારની હ્યુમીનીટી સર્વિસ જેવી કે થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ, શાળાના વિદ્યાર્તીઓ માટે મેન્ટલ હેલ્થ કાર્યક્રમોના માધ્યમથી પરીક્ષાનો ભય દૂર કરવો, ખાણ વિસ્તારમાં રહેતા મજુરો અને પછાત વિસ્તારમાં રહેતા ગરીબોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવી જેવી અનેકવિધ સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ બદલ રાજયકક્ષાનો આ સ્પેશ્યલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38fjKre
No comments:
Post a Comment