
ભુજ, તા. 05 ફેબ્રુઆરી બુધવાર 2020
ભુજની આંશી ચંદેએ માત્ર ૩ મિનિટ ૪૦ સેકન્ડમાં હનુમાન ચાલીસા કંઠસ્થ બોલવાની સિધ્ધિ મેળવી છે. ઓછી મિનિટોમાં હનુમાન ચાલીસા બોલીને નાની બાળકીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે. આંશીની ઉંમર માત્ર ચાર વર્ષની છે. સંપૂર્ણ હનુમાન ચાલીસા બોલતા તેને માત્ર ૩ મિનિટ અને ચાલીસ સેકન્ડનો સમય લાગે છે. આંશીએ આટલી નાની ઉંમરમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી અને મેડલ અને સર્ટીફિકેટ પણ મેળવ્યા છે. આંશી કિડઝી વિદ્યા પ્રિ-સ્કુલમાં અભ્યાસ કરે છે. સ્કુલના ત્રીજા વાર્ષિક ઉત્સવમાં સાંસદના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31srjIw
No comments:
Post a Comment