પાલનપુર,તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
સરકાર દ્વારા સરકારી ઈજનેરી કોલેજો અને પોલીટેકનીકોમાં લો ડીગ્રી ઈજનેરી અને ડીપ્લોમા નવ હજાર ઉપરાંતની બેઠકોનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાનગી સ્વનિર્ભર સંસ્થાઓને ૫૦ ટકા મેનેજમેન્ટની લ્હાણી કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે સરકારને બેઠકો ઘટાડવા મામલે ફેરવિચારણા કરવાની માંગ સાથે પાલનપુરમાં એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.૭-૨-૨૦ના રોજ વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારી ઈજનેરી કોલેજ અને પોલીટેકનિકોમાં રાજ્યની ૧૧ કોલેજની ૧૪ બ્રાન્ચમાં ડીગ્રી ઈજનેરી કોલેજોમાં ૨૫૪૭ અને ડીપ્લોમામાં ૬૮૩૭ જેટલી બેઠકોનો ઘટાડો કરીને વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. જોકે સરકારી કોલેજોમાં બેઠકોમાં ઘટાડો કરવાને લઈ ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની નીતિના વિરોધમાં પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સરકાર દ્વારા ઘટાડવા બાબતે પુનઃ વિચારણા કરવા તેમજ નિર્ણય રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UKl7uo
No comments:
Post a Comment