પાલનપુર, તા. 08 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
પાલનપુરના એક શખસ દ્વારા ગઢ ગામના સોની વેપારીને એમ.એન.ઈ. બિઝનેસ સર્વિસ પ્રા.લી.માં એક કરોડ ઉપરાંતનું રોકાણ કરાવીને સ્કીમ પ્રમાણે ૨૦ મહિનામાં ૬૦ ટકા સોનું તેમજ દર મહિને મુળ રકમના પાંચ ટકાનું વળતર પરત ચુકવીને ઠગાઈ કરવામાં આવતા આખરે સોની વેપારી દ્વારા દિલ્હી સ્થિત કંપનીના ડિરેક્ટર એમ.ડી. સહિત ચાર શખસો વિરુધ્ધ છેતરપીંડી આચરવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગોલ્ડ બિઝનેસનો વ્યવસાય કરતી દિલ્હીની એમ.એન.ઈ. સર્વિસ કંપનીમાં કામ કરતા પાલનપુરની નવી આરટીઓ કચેરી સામે આવેલ સત્યમ સીટીમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઈ પટેલે ગઢ ગામે જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી મહેશભાઈ વર્માને વર્ષ ૨૦૧૭માં એમ.એન.ઈ. બિઝનેસ સર્વિસ કંપનીમાં કમાણી સારી એવી હોવાની લાલચ આપીને તેમજ પાલનપુરની હોટલમાં કંપનીના ડિરેક્ટર લલિત વર્મા સાથે મિટીંગ કરાવી હતી તેમજ ગોલ્ડના બિઝનેસમાં રોકાણ પણ ૬૦ ટકા સોનું તરત જ આપવા અને દર મહિને મૂળ રકમનું પાંચ ટકા વળતર આપવા તેમજ ૨૦ મહિનામાં બાકીની રકમ પરત મળવાની લોભામણી લાલચો બતાવી હતી. જેને લઈ ગઢના સોની વેપારી કંપનીની ઓફરોથી આકર્ષિત થઈને તેમને કંપનીની ફ્રેન્ચાઈઝી મેળવી હતી. કંપનીની બોનાન્જા ઓફરમાં ક્રેટા કાર જીતવા માટે સોની વેપારીઓ પોતે જ તેમના મિત્રો પાસેથી કંપનીમાં રૃપિયા એક કરોડ ઉપરાંતનું રોકાણ કર્યું હતું. બાદમાં કંપની દ્વારા રોકાણકારોને ગોલ્ડ કે તેમની મૂડી પરત કરવામાં ન આવતા સોની વેપારી સહિતના રોકાણકારો દ્વારા પાલનપુરના જીતેન્દ્ર પટેલ અને દિલ્હી સ્થિત કંપનીમાં ઉઘરાણી શરૃ કરવામાં આવી હતી. પરંતુ તેમને પૈસા આવશે ત્યારે તમને તમારી મૂડી મળી જશે તેવા ગોળ ગોળ જવાબ આપવામાં આવતા રોકાણકાર વેપારીને પોતાની સાથે પાલનપુરના જીતેન્દ્ર પટેલ દ્વારા પ્રિ પ્લાનિંગથી છેતરપીંડી કરવામાં આવી હોવાનું માલુમ પડતા તેમને જીતેન્દ્ર પટેલ, રહે. પાલનપુર તેમજ કંપનીના ડિરેક્ટર લલિત વર્મા, એમડી નીતિન યાદવ અને અક્કુ મિર્જા બેગ તમામ રહે. ૬૮ પોકેટ ૩૪ એચ બ્લોક, ૩, રોહિણી નવી દિલ્હીવાળા વિરુધ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે છેતરપીંડી આચરવાની એફઆઈઆર નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
કોના કોના પૈસા સલવાયા
દિલ્હીની બિઝનેસ કંપનીમાં ગઢના સોની વેપારી મહેશભાઈ વર્મા, ભરતભાઈ પટેલ, રહે. ગઢ, દિપકભાઈ મોઢ, રહે. પાલનપુર, નરેશભાઈ કટારીયા રહે. ધનાલી, હરેશભાઈ વણસોલા, રહે. પાલનપુર અને અભુભાઈ ભુતેડીયાએ રોકાણ કર્યુ ંહતું. જેમના નાણા સલવાયા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
બોનાન્જા ઓફરમાં વિનરને તેની જ કાર ભેટમાં અપાઈ
કંપનીએ બોનાન્જા ઓફરમાં ક્રેટા કારની ઓફર મુકી હતી. જેમાં ગઢના વેપારી મહેશભાઈ વર્માએ ઓફરમાં રોકાણ કરીને વિનર બન્યા હતા તેમ છતાં કંપનીના પાલનપુર ખાતે રાખેલ સમારંભમાં વિનર વેપારીને કાર ન આપી દેખાવ કરવા માટે કંપનીમાં ડિરેક્ટર અથવા વેપારીએ ખરીદે તેની જ કાર તેને ભેટ તરીકે આપવામાં આવી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bx9qNA
No comments:
Post a Comment