આર્થિક તંત્રમાં સુધારો થાય એવા પગલાં બજેટમાં નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 4 February 2020

આર્થિક તંત્રમાં સુધારો થાય એવા પગલાં બજેટમાં નથી


આર્થિક તંત્રની મજબુતાઇ અને વિકનેસ બંને બજેટ પરથી ખબર પડી શકે છે. જેમાં મજબુતાઇ બતાવાય છે અને નબળાઇને છુપાવવાનો પ્રયાસ થાય છે. એમ લાગે છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારામન આર્થિક તંત્રની નબળાઇ જાણતા હતા.એટલેતો તેમણેે લાંબી લચ સ્પીચ આપી હતી અને લાખો લોકોને લાંબો સમય બજેટને જોવું પડયુંં હતું. મંદ પડી ગયેલી આર્થિક સિસ્ટમને ઉગારવા લેવાયેલાં પગલાં માટે બજટ ફેંદો તો તમને નિરાશા મળે એવી સ્થિતિ છે.

ડિવિડન્ટ ટેક્સ ડીડક્શન (ડીડીટી) કાપવા બાબતે બજારાએેે બહુ આશ્ચર્ય વ્યક્ત નહોતું કર્યુ. એવીજ રીતે વેપારી વર્ગને સ્પર્શે એવી બે કપાતો બાબતે પણ લોકોએ બહુ ખુશી વ્યક્ત નહોતી કરી. કહે છે કે બજેટ પહેલાં શુક્રવારે અમેરિકા અને યુરોપના માર્કેટ તુટેલા હતા તેની અસર પણ બજારો પર થઇ હશે. પરંતુ હકીકત એ હતી કે બજેટમાં આર્થિક પરિવર્તન માટેનો સદંતર અભાવ દેખાતો હતો.ગત્ત બજેટમાં નાણાપ્રધાને લેબર રીફોર્મનો ઉલ્લેખ કર્યો હતો પણ ત્યાર બાદ તે વિશે કશું સાંભળવા મળ્યું નહોતું.

અહીં સમસ્યા એ છેે કે મોદી રાજકીય સ્તરે સાહસિક પગલાં ભરતા અચકાતા નથી પણ આર્થિક બાબતોની વાત આવે ત્યારે તે થોડા સંકોચાઇ જાય છે. તે ડિસઇન્વેસ્ટમેન્ટના મુદ્દે આગળ વધવા માંગતા હતા પણ તેમ થઇ શક્યું નથી. તેમણે ૧.૫ લાખ કરોડ જાહેર સંસ્થાઓમાંથી ઉભા કરવાની જાહેરાત કરી હતી પણ તે એક પૈસેા પણ મેળવી શક્યા નથી.

તેમણે હવે એર ઇન્ડિયાના સો ટકા સ્ટેક વેચવાની વાત કરી છે  તે હવે અમલી બનશે. એલઆઇસીનો આઇપીઓ, ફોરન ફંડ , શિક્ષણ ક્ષેત્રે વિદેશી રોકણ જેવી જાહેરાતો કોઇને અસર કરી શકી નહોતી. ગયા બજેટમાં જે ફોરેન ફંડ મેળવવાની જાહેરાતને બધા સમાચાર માધ્યમોએ ચમકાવી હતી તે શરુઆતથીજ ઉડી ગઇ હતી. પોતાના પક્ષને ગમે એ રીતે મધ્યમ વર્ગને ટેક્ષમાં રાહત આપી હતી. શક્ય છે કે તે માટે દિલ્હીની ચૂંટણીઓને નજરમાં રાખવામાં આવી હોય.

ઇન્કમટેક્ષના સ્લેબમાં રાહત જોવા મળે છે. પરંપરાગત બજેટમાં સિગારેટ અને તમાકુ પર ડયુટી વધારાય છે એમ આ વખતે પણ કરાયું છે.

ઓવર ઓલ જોવા જઇએ તો આર્થિક તંત્રને મંદીની પકડમાંથી છોેડાવી શકે એવું કોઇ પગલું નાણાપ્રધાને લીધું નથી. ગયા વર્ષે જે બજેટ ખાધ ૩.૩ હતી તે આ વખતે ૩.૮ ટકા બતાવાઇ છે. 

એ સ્વિકારવું જોઇએ કે બજેટ મેનેજમેન્ટ અને નાણા ખાધ બાબતે જવાબદારી નિભાવાઇ છે. પૈસો ક્યાંથી આવશે જેવી પારદર્શિતા પણ બજેટમાં જોવા મળતી નથી. ૨૦૨૦-૨૦૨૧માં ગ્રોથ ૧૦ ટતાનો અંદાજીત કરાયો છે જે શક્ય નથી કેમકે ફુગાવો ચાર ટકાથી ઉપર છે. છેલ્લા ત્રણ વર્ષમાં જીડીપી તૂટતો જણાઇ રહ્યો છે.એલઆઇસીનો આઇપીઓ ના કારણે આવક અને જાવક વચ્ચેની ખાધ ધટશે.સ્ટોક માર્કેટમાં એલઆઇસી મોટું રોકાણકાર છે. 

આરોગ્ય, શિક્ષણ વગરેમાં નાણઆ ફાળવાયા છે તેમજ હજારો લોકોને નળથી પાણી આપવાની વાતનો ઉલ્લેખ પણ કરાયો છે. ધર ધર નલમેં પાની વાળી યોજના અમલમાં મુકાય તેા લોકોને લાભ થઇ શકે એમ છે. લોકો વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. બેંક ડિપોઝીટ ઇન્સયોરન્સનો આઇડયા પણ આવકાર્ય છે. 

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંકમાં ડિપોઝીટરોનો વિવાદ સામે આવ્યા બાદ બજેટમાં ડિપોઝીટને ઇન્સ્યોર કરવાનો આઇડયા લોકોએ વખાણ્યો છે.  ટેેક્ષ ભરનારાઓને થતી હેરાનગતી પર પણ બજેટમાં ઉલ્લેખ કરાયો છે. ટેક્સ વિવાદમાં વન ટાઇમ સેટલમેન્ટ વાળી સ્કીમ સારી છે પરંતુ તેને બોલ્ડ ના કહી શકાય. ટેક્ષ ભરનારાઓને પડતી મુશ્કેલીઓ સદંતર બંધ થાય એવા પગલાંની અપેક્ષા રખાઇ હતી.

ઇન્કમટેક્ષ રીટર્ન ઓનલાઇન ભરવાને પ્રોત્સાહન આપવાની વાત પણ આવકારાઇ છે.બજેટની કેટલીક વાતો આવકાર્ય છે પણ મોટા ભાગના મુદ્દા વિવાદો ઉભા કરી રહ્યા છે. નાણા પ્રધાન જો કે કહે છે કે બજેટમાં મુખ્ય ત્રણ મુદ્દા છે. આર્થિક વિકાસ, નયા ભારત અને એેક બીજાની સંભાળ રાખતો સમાજ.

તેમ છતાં ઓવરઓલ બજેટ ગૂંચવાડા ભર્યું છે. કોઇ પણ ક્ષેત્ર માટે પરિવર્તનના કોઇ પગલાં લેવાયા નથી. પગારદાર લોકોને ટેક્ષમાં રાહત આપવાથી ખરીદ શક્તિ કેવી રીતે વધે તે સમજાતું નથી.મોદી સરકારને બોલ્ડ સ્ટેપ લેવા માટેનો ચાન્સ મળ્યો હતો.  પરંતુ બજેટ બોલ્ડ દેખાતું નથી.ભારતના આર્થિક તંત્રને વેગવંતુ બનાવવા પગલાં લેવા જોઇતા હતા.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/374BAfu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages