જેનો પક્ષ અને સરકાર અજીત પવાર ચલાવતા હોય તેમણે શીખવવાની જરૂર નથીઃ મનસે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

જેનો પક્ષ અને સરકાર અજીત પવાર ચલાવતા હોય તેમણે શીખવવાની જરૂર નથીઃ મનસે


મુંબઈ,તા.9 ફેબ્રુઆરી 2020 રવિવાર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો (મનસે) મોરચા ભાજપના સહકાર હોવાના શિવસેનાએ કરેલી ટીકાનો મનસેના નેતા અવિનાશ જાધવે જોરદાર પ્રત્યુત્તર આપ્યો હતો. ઉધ્ધવ ઠાકરેની ખોટી રાજકીય ભૂમિકાને લીધે કટ્ટર શિવસૈનિકો નારાજ છે. આગામી સમયમાં શિવસેનાને પડી ભાંગશે એવી ભવિષ્યવાણી અવિનાશ જાધવે કરી હતી.

શિવસેના રાજ્યમાં સત્તામાં સહભાગી છે. પણ સરકારનો એન.સી.પી. નેતા તથા નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર ચલાવે છે. જો આમ ચાલુ રહ્યું તો અમુક દિવસોમાં શિવસેનાને પણ અજીત પવાર ચલાવશે. આજની ઘડીએ મુખ્યપ્રધાન તરીકે જેટલી ગરદી ઉધ્ધવ ઠાકરેની કચેરીમાં નથી તેના કરતાં અનેક ગણી નાગરિકોની ગરદી અજીત પવારના ત્યાં છે. આથી જેનો પક્ષને અને સરકારને એન.સી.પી. ચલાવતો હોય તેઓને અમને શીખવાડવાનું જરૂર નથી. અમારો મોરચો કોણ સ્પોન્સર કરે છે.  તેના તરફ ધ્યાન આપવા કરતાં પોતાની તરફ ધ્યાન આપો એવી ટીકા જાધવે શિવસેનાની કરી હતી.

શિવસેના એન.સી.પી. સાથે જઈને મોટી ભૂલ કરી છે. હિંદુત્વનું ગળુ દબાવવાનું કામ તેમણે કર્યું છે. પ્રત્યેક શિવસૈનિક અને પ્રત્યેક શાખા પ્રમુખ આ ભૂમિકા બદલ જોરદાર નારાજ છે. લોકો ઉધ્ધવ ઠાકરે તરીકે શિવસેનાને મતદાન કર્યું નથી. પ્રત્યેક શિવસૈનિકે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વ તરીકે શિવસૈનિક મતદાન કરે છે.

ઉધ્ધવ ઠાકરેની લાચારીથી શિવસૈનિક નારાજ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં શિવસૈનિક મનસેમાં પ્રવેશ કરશે. એવો દાવો અવિનાશ જાધવે કર્યો હતો.

પાકિસ્તાની અને બંગલાદેશી ઘુસખોરીઓને હાંકી કાઢવાની ભૂમિકા શિવસેનાને પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની હતી અને તે રાજ ઠાકરેએ ચોરી લીધી હોવાની ટીકા શિવસેના થકી કરાય છે.

તેના પર બોલતા અવિનાશ જાધવેએ જણાવ્યું હતું કે બાળાસાહેબના વારસદાર તરીકે રાજ ઠાકરેએ તે ભૂમિકા લીધી છે. તો તેમાં શું ખોટું છે. ઉધ્ધવ ઠાકરેએ સત્તાના લોભમાં પોતાની ભૂમિકા વહેંચી કાઢી છે. આથી દેશને અને રાજ્યને અપેક્ષિત ભૂમિકા રાજ ઠાકરેને લેવી પડી છે, એમ જાધવે ઉમેર્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UEjIFG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages