મહેસાણામાં ઠંડીમાં વચ્ચે ગરીબોના 'આશીયાના' ઉપર પાલિકાનું બુલડોઝર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

મહેસાણામાં ઠંડીમાં વચ્ચે ગરીબોના 'આશીયાના' ઉપર પાલિકાનું બુલડોઝર

મહેસાણા, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

મહેસાણા શહેરના વિસનગર રોડ પર બિલાડીબાગ સામે વર્ષોથી છાપરા બનાવીન ેકરવામાં આવેલા ૪૦ જેટલા બિનઅધિૃત દબાણો નગરપાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કર્યા હતા. અહીં વસવાટ કરતા લોકોને અગાઉથી નોટીસ ફટકારી સ્વયંભૂ દબાણો દૂર કરવા જણાવાયું હતું. પરંતુ તેમણે પોતાના દબાણો ન ખસેડતાં છેવટે પાલિકા તંત્ર ત્રાટક્યું હતું.

શહેરના વિસનગર રોડ પર આવેલ બિલાડીબાગ સામે સરકારી રસ્તા પૈકીની જમીન ઉપર વર્ષોથી મજુરી કરીને રોજીરોટી ચલાવતા ૪૦ જેટલા પરિવારો કાચા પાકા છાપરા બનાવીને વસવાટ કરતા હતા. ગેરકાયદેસર દબાણો કરીને રહેતા પરિવારોને ગત તા. ૫-૨-૨૦૨૦ના રોજ મહેસાણા નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ઈન્દુબેન કાન્તીભાઈ મકવાણા સહિત ૪૦ જેટલા દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી હતી. 

જેમાં વિસનગર રોડ પર બિલાડીબાગ પાસે ગેરકાયદેસર છાપરાનું બાંધકામ કરવામાં આવેલ છે. તે અંગે આધાર પુરાવા રજુ કરવા જણાવવામાં આવેલ પરંતુ દબાણકર્તાઓએ કોઈ દસ્તાવેજ રજુ ન કરતાં આખરી નોટીસમાં એક દિવસનો દબાણકર્તાઓને પોતાના દબાણો દૂર કરવાનો સમય આપેલ. દરમિયાન સોમવારે મહેસાણા નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત હેઠળ બિલાડીબાગ સામે કરવામાં આવેલા ૪૦ જેટલા કાચાપાકા છાપરાના દબાણો જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હતા અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

જેસીબી આવતાં જ પરિવારો ઘરવખરી બચાવવા લાગ્યા

બિલાડીબાગ સામેના કાચાપાકા છાપરાના દબાણો હટાવવા નગરપાલિકાની ટીમ જેસીબી સાથે પહોંચતા જ અહીં રહેતા શ્રમજીવી પરિવારોમાં ફફડાટ  સાથે અફતારફરીનો માહોલ છવાયો હતો અને પોતપોતાના છાપરામાં પડેલ ઘરવખરીને નુકસાન ન થાય તે માટે સહી સલામત બહાર કાઢવાની પળોજણમાં લાગ્યા હતા.

શહેરમાં મોટા માથાઓના દબાણો સામે તંત્ર લાચાર

રાધનપુર રોડ, મોડેરા રોડ, મહેસાણા-૧ વિસ્તાર, નાગલપુર વિસ્તારમાં મોટા માથાઓના અનેક દબાણો જોવા મળે છે. કેટલાક રહેણાંક કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. વળી  અનેક શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગ કે લીફ્ટની વ્યવસ્થા ન હોવાનું જણાય છે. પરંતુ નગરપાલિકા તંત્ર મોટી માછલીઓ સામે લાચાર હોય તેવી પ્રતિતી થાય છે.

નજર સામે છત છિનવાતી જોઈ મહિલાના આંખમાં આંસુ છલકાયા

વર્ષોથી પરિવાર સાથે અહીં રહેતા ઈન્દુબેન કાન્તીભાઈ મકવાણા નામના વૃધ્ધાની આંખોમાં પોતાની નજર સામે  જ છત ઉપર બુલડોઝરનો પંજો પડતા જોઈ આંસુ છલકાયા હતા. તેમણે કહ્યું હતું કે હવે અમારે માથે આભ અને નીચે ધરતી રહી છે. અમારે ઠંડીમાં ક્યાં જવું તેવો વેધક સવાલ કર્યો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sst2te

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages