કોરોના વાયરસનો કહેર: ચાઈનીઝ વસ્તુઓના ભાવ આસમાને - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 8 February 2020

કોરોના વાયરસનો કહેર: ચાઈનીઝ વસ્તુઓના ભાવ આસમાને

બેઈજિંગ, તા. 9 ફેબ્રુઆરી 2020 રવિવાર

300 રૂપિયાની સ્માર્ટવૉચ, 200 રૂપિયાનું બ્લુટૂથ સ્પીકર અને 100 રૂપિયાના ટેડીબિયર જેવા સસ્તા ચાઈનીઝ સામાન હવે આપનુ ખિસ્સુ ખાલી કરી શકે છે. 

કોરોના વાયરસના કારણે ચીનના કેટલાક મેનુફેક્ચરિંગ ફેક્ટરીઓમાં રજા આપી દેવાઈ છે જેના કારણે ભારતમાં ચીનમાંથી આયાત કરાતા સામાન પર અસર પડી છે અને ભાવમાં વધારો થયો છે. ઓદ્યોગિકરણ પર પણ અસર જોવા મળી રહી છે. 

સૂત્રો અનુસાર દુકાનદારોનું કહેવુ છે કે જો આગામી સમયમાં ચીનમાંથી આવી રહેલા સામાનનો સપ્લાય યોગ્ય રીતે નહીં થાય તો હજુ ભાવમાં વધારો થવાની શક્યતા છે. 

દિલ્હીના બજારમાં ચાઈનીઝ વસ્તુની કોઈ અછત નથી. ગ્રાહક પણ ચાઈનીઝ વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે કારણ કે ચાઈનીઝ સામાન સસ્તો હોય છે. જોકે પોતાના ઓછા ભાવના કારણે મશહૂર આ ચાઈનીઝ સામાન હવે ધીરે-ધીરે મોંઘો થતો જાય છે.

ચાઈનીઝ સામાન માટે મશહૂર લાજપત રાય માર્કેટના દુકાનદારે જણાવ્યુ કે છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાંથી આવી રહેલો સામાન લગભગ બંધ થઈ ગયો છે. હવે સપ્લાય ઓછો થઈ ગયો છે તો ભાવ વધારવા પડશે. લગભગ તમામ વસ્તુના ભાવોમાં 20થી 30 ટકા સુધી વધારો થયો છે. સ્માર્ટવૉચ અને મોબાઈલ ડિવાઈસના દુકાનદારે જણાવ્યુ કે અત્યાર સુધી જે ઘડિયાળ 330 રૂપિયામાં વેચી રહ્યો હતો તે આજે 390 રૂપિયાની વેચી રહ્યો છુ.

આનુ કારણ છે કે સપ્લાય ઘણો ઓછો થઈ ગયો છે અને જલ્દી જ માર્કેટમાં અછત સર્જાશે. હવે લગભગ તમામ મોબાઈલ અને ઘડિયાળના રેટમાં વધારો થઈ ગયો છે, માત્ર ઈલેક્ટ્રૉનિક્સ આઈટમ જ નહીં, પરંતુ બાળકોના રમકડાના ભાવમાં પણ વધારો થયો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2umNDYh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages