ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ફોલોઅર્સનો આંકડો ચાર કરોડને પાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 8 February 2020

ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ફોલોઅર્સનો આંકડો ચાર કરોડને પાર


મુંબઇ,તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર

અમિતાભ બચ્ચન બોલીવૂડના એ સ્ટાર્સમાંના છે, જેમની ફિલ્મો જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટસ પણ તેમની ફેન ફ્લોઇંગ સંખ્યા રોજ વધારે છે. હાલમાં જ અમિતાભે ટ્વિટર પર ૪૦ મિલિયન એટલે કે ચાર કરોડ ફોલોઅર્સ બનાવી લીધા છે. તેમની આ ઉપલબ્ધિ પર તેમના ફેન્સ તેમને વધામણી આપી રહ્યા છે. 

હાલ અમિતાભના ટ્વિટર અકાફન્ટને ૪૦,૦૦૨,૨૦૨ લોકો ફોલો કરે છે. તેમના ફોલોઅર્સમાં સામાન્ય માનવીથી લઇ ્ટોચના સુપરસ્ટાર્સ અને નેતાઓ પણ સામેલ છે. અમિતાભ મોટાભાગે ટિવટર અકાઉન્ટ પર તસવીરો અથવા કવિતાઓ શેર કરે છે. ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર પણ તેમના ૧૪.૧ મિલિયન ફોલોઅર્સ છે. 

અમિતાભ પછી બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન પણ ૩૯.૮ મિલિયન ફોલોઅર્સ દ્વારા ટિવટર પર ફોલો કરે છે. 

અમિતાભના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે જલદી જ ચહેરે, ગુલાબો સિતાબો, બ્રહ્માસ્ત્રઅને ઝુન્ડમાં જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tCST9w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages