
વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2020 રવિવાર
સયાજીગંજમાં ગ્રાહકોના લાખો રૂપિયા ડુબાડીને ઊઠમણું કરનાર હામરો નિધિ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં સયાજીગંજ પોલીસે તાળાં તોડી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે.
સયાજીગંજના સિલ્વર લાઇન કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલી હામરો નિધિ લિ. નામની ફાઇનાન્સ કંપનીએ દીવાળી બાદ ઊઠમણું કરતાં ૧૧૪ રોકાણકારોના રૂા.૨૧.૬૫ લાખ ગુમાવનાર જ્યોતિ સાની નામની એજન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કમિશનરે આ બનાવની તપાસ સયાજીગંજના પીઆઇ એસ જી સોલંકીને સોંપી છે.પોલીસની એક ટીમ રોકાણકારોના નિવેદનો લેવાની કાર્યવાહી કરી રહી છે.જ્યારે,એક ટીમ ફરાર થઇ ગયેલા ડાયરેક્ટરોને શોધવાના કામે લાગી છે.પોલીસે હામરો નિધિ કંપનીની ઓફિસના તાળાં તોડી સર્ચ કરી બે કમ્પ્યુટર,ગ્રાહકોના ફોર્મ સહિના મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે.જ્યારે,કંપનીએ રોકાણકારો અને એજન્ટોની સ્કિમો માટે લાવેલા વોશિંગ પાવડર,મસાલાના પાવડર જેવા પેકેટોનો જથ્થો પણ કબજે કર્યો છે.હામરો નિધિના સંચાલક ઠગ દંપતી પાસે બેવડું નાગરિકત્વ હોવાની આશંકા સેવાઇ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હામરો નિધિ લિ. શરૂ કરનાર ડાયરેક્ટરોમાં નેપાળના સુરત રાવલ અને તેની પત્ની તુલસી રાવલ મુખ્ય હતા.બંને પતિ-પત્ની કેટલાક વર્ષોથી વડોદરામાં રહ્યા હતા અને તેઓ નાગરિક પણ બની ગયા હતા.નેપાળ ભાગી છુટેલા ઠગ દંપતીએ નેપાળનું નાગરિકત્વ પણ પોતાની પાસે રાખ્યું હોવાનું તેમના નિકટના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જો બંને જણા પાસે બે દેશોનું નાગરિકત્વ હશે તો તેમની સામે વધુ એક ગુનો નોંધાશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SbVhxn
No comments:
Post a Comment