સમગ્ર મહારાષ્ટ્રને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' કરવામાં આવે: આદિત્ય ઠાકરે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 4 February 2020

સમગ્ર મહારાષ્ટ્રને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' કરવામાં આવે: આદિત્ય ઠાકરે


મુંબઈ,તા. 4 ફેબ્રુઆરી 2020, મંગળવાર

મે મહિનાની પહેલી તારીખથી આવતી પહેલી મે સુધી સંપૂર્ણ મહારાષ્ટ્રની તમામ મહાપાલિકા, નગરપાલિકા, ગ્રામિણ વિસ્તાર 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' કરવામાં આવે, એવી  સ્પષ્ટ સૂચના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ રાજ્યના તમામ ડિવિઝનલ  કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોને આપી છે.

આદિત્ય ઠાકરેએ આજે  વીડિયો કોન્ફરન્સિંગ  દ્વારા  ડિવિઝનલ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટર્સ સામે સંવાદ સાધ્યો હતો.  રાજ્ય સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાનો નિર્ણય કર્યો છે અને આ કામમાં લોકોનો સહભાગ મહત્ત્વનો  છે માટે આ ઝુંબેશમાં  સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ  શાળા વિદ્યાર્થી, કોલેજ, એમએસએસ, સ્કાઉન્ટસ એડ ગાઈડસ,  સ્પોર્ટસ કલબ, લાયન્સ કલબ, એનજીઓ આવા વિવિધ સંસ્થાઓનો સાથ લઈને  નાગરિક ચળવળનું  સ્વરૂપ આપવામાં આવે,  પ્લાસ્ટિકના ખતરનાક પરિણામ લોકોને સમજાવવામાં આવે, આ માટે દરેક મહાપાલિકા, નગરપાલિકા શું કરી શકશે? આ સંદર્ભેની વિગતવાર યોજના ૨૦ ફેબુ્રઆરી  સુધી રજૂ કરવામાં  આવે એવી  સૂચના પણ આદિત્ય ઠાકરેએ આપી હતી.પહેલી રાજ્યસ્તરીય પરિષદ બોલાવીને સંપૂર્ણ રાજ્યમાં  પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ભવ્ય ઝુંબેશ માર્ચ અને એપ્રિલ મહિનામાં  શરૂ કરાશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/370Iylk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages