
ભુજ,તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર
કચ્છમાં ફરી લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નલિયામાં ન્યુનત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યા હતું. કંડલા એરપોર્ટમાં ૧૧.૧ ડિગ્રી, ભુજમાં ૧૨.૬ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની ગતિ વધતા ટાઢોડું પ્રસરી ગયું હતું.
જિલ્લામાં ઠંડીમાં આંશિક રાહત વર્તાયા બાદ ફરી છેલ્લા બે દિવસની ઠંડીનો પારો નીચે ઉતરતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ઠંડા પવનો ફુંકાતા નલિયામાં ટાઢોડું પ્રસરી ગયું છે. ગઈકાલની તુલનાએ નલિયામાં ન્યુનત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી ઘટી ૬.૭ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. લોકો વહેલી સવારે તથા રાત્રિના ગરમવસ્ત્રો પહેરવા મજબુર બન્યા હતા.
જિલ્લામથક ભુજ ખાતે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈને ૧૨.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું હતું. ભેજમાં પ્રમાણમાં ઘટાડો થઈને સવારે ૪૫ ટકા અને સાંજે ૧૩ ટકા રહ્યું છે. પવનની ઝડપ ગઈકાલની તુલનાએ બમણી થઈને પ્રતિકલાક સરેરાશ ૮ કિમીની અને દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૩.૫ ડિગ્રી નોંધાયું છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UB4H7p
No comments:
Post a Comment