
અમદાવાદ,તા. 08, ફેબ્રુઆરી, શનિવાર, 2020
પીપળજ-પિરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ ગારમેન્ટની ફેકટરીમાં આગ ભીષણ આગ લાગી હતી. પવનના કારણે આગે વિકરાળ સ્વરૃપ ધારણ ધારણ કરતાં જોત જોતામાં ત્રણ માળની બિલ્ડીંગ આગની ઝપેટમાંઆવી ગઇ હતી. આગમાં ચાર કર્મચારી બળીને ભડથું થઇ ગયા હતા. આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના ૧૫૦ કર્મચારીઓ કામે લાગ્યા હતા. આગને કાબુમાં લેવા માટે પાંચ લાખ લિટર પાણી વપરાયું હતું. જ ોકે એફ એસ એલ રિપોર્ટ બાદ આગનું ચોક્કસ કારણ જાણવા મળશે.
આ કેસની વિગત એવી છે કે નારોલ વિસ્તારમાં પીપળજ-પિરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ કાપડની ફેકટરીમાં આજે સાંજે ૫.૪૫ કલાકે અચાનક આગ લાગી હતી. આગની જાણ તથાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ વોટર ટેન્કર અને ફાયર ફાઇટર સહિત ૨૦ જેટલી ગાડીઓ અને ૧૫૦ કર્મચારીઓના સ્ટાફ સાથે દોડી ગયા હતા. ચાલુ ફેટકટરીમાં આગ લાગી હોવાથીકર્મચારીઓ જીવ બચાવીને ફેકટરી બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ પહેચી ત્યારે દસ કર્મચારી ફેકટરીમાં ફસાયા હોવાની શંકા સેવાઇ રહી હતી, જો કે ફેકટરીમાં તપાસ કાબુમાંઆવ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે ફેકટરીની અંદર તપાસ કરતાં ચાર કર્મચારીઓ બળીને ભડથુ થઇ ગયા હતા. પોલીસે અક્સ્માતે મોત નોધીને ચારેયની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલીને મૃતકનો ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી છે.
પવનના કારણે કાપડની ફેકટરીમાં જોત જોતામાં ત્રણ માળની બિલ્ડીંગમાં આગ પ્રસરી હતી ફાયર અને કંપનીના પાણીની ટેન્કરોની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવી હતી.આગમાં કોેઇ જાનહાનિ થયેલી નથી, આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં આગના ગોટેે ગોટા છવાઇ જવા પામ્યા હતા તે દૂર દૂર સુધી જોવા મળતા હતા. ધુમાડાના કારણે આગ બુઝાવવામાં પણ ભારે મુશ્કેેલી પડી રહી હતી. આ બનાવના પગલે નારોલ પોલીસ પણ દોડી આવી હતી પોલીસે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય માટે વાહન વ્યવહાર અટકાવીને ટ્રાફિકને ડાયવર્ઝન આપી દીધો હતો જો કે આગને કાબુમાં લેવા પાંચ લાખ લિટર પાણી વપરાયું હતું.
ફાયર બ્રિગેડ અને પોલીસે આગ કાબુ મેળવ્યા બાદ સ્ટાફના લોકો ચાર કર્મચારીઓ અંદર ફસાયા હોેવાની રજુઆત ો કરતાં પોલીસ અને ફાયર બ્રિગેડની અધિકારીઓેએ ફેકટરીમાં તપાસ કરતાં ચાર કર્મચારીઓ આગમાં બળીને ભડથું થઇ ગયા હતા. પોલીસે મૃતકોની ઓળખ પરખ કરીને પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જો કેે પોલીસ તપાસ બાદ કંપની સામે બેદકારીનો ગુનો નોધવાની તજવીજ હાથ ધરાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vecbTc
No comments:
Post a Comment