વેલેન્ટાઈન ડે ઇફેક્ટઃ10 રૂપિયામાં વેચાતા ગુલાબના ફુલના 50 થઇ ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

વેલેન્ટાઈન ડે ઇફેક્ટઃ10 રૂપિયામાં વેચાતા ગુલાબના ફુલના 50 થઇ ગયા

ડીસા, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર

 બનાસકાંઠા જિલ્લામાં એક તરફ વેલેન્ટાઈન દિવસની ઉજવણીની યુવાઓ અને વેપારીઓએ તૈયારી શરૃ કરી દીધી છે. તો વિશ્વ હિન્દુ પરિષદે આ તહેવાર મનાવવા કરતાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ કરવાનું ફરમાન કર્યું છે.ગુલાબનું ફુલ ૧૦થી ૧૫માં વેચાતું હતું તેના ૫૦ રૃપિયા થઇ ગયા છે. 

જ્યારે વેલેન્ટાઈન ડે ને લઈ ડીસામાં ફૂલોનો વેપાર કરતા વેપારીઓ જણાવી રહ્યા છે કે વેલેન્ટઆઈન ડે ને લઈ અત્યારે ફૂલ બજારમા ંડચ, જલપરી, ઓરચીડ જેવા ફૂલો આવ્યા છે. પરંતુ વેલેન્ટાઈન ડે પર ગુલાબની માંગ ખુબજ વધારે હોવાના લીધે જે ડચ ગુલાબ માત્ર  દશથી પંદર રૃપિયામાં વેચાતું હતું તે ડચ ગુલાબ વેલેન્ટાઈન ડે ર પચાસ રૃપિયા સુધી વેચાય છે. તો આ તરફ પશ્ચિમી તહેવારની ભારતમાં થઈ રહેલી ઉજવણીને લઈ નાખુશ એવા વિશ્વ હિન્દુ પરિષદે વેલેન્ટાઈન ડે પર માતૃ, પિતૃ વંદના કાર્યક્રમની ઘોષણા કરી છે અને લોકોને વેલેન્ટાઈન ડે ના બદલે ૧૪મી ફેબુ્રઆરીના દિવસે માતૃ-પિતૃ વંદના તરીકે ઉજવવાની અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદે પણ ચીમકી ઉચ્ચારી છે કે આ તહેવારની આડમાં કોઈ વ્યક્તિ ખોટી પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેના ખરાબ પરિણામ ભોગવવા માટે તેણે તૈયાર રહેવું પડશે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OPWOao

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages