
નવી દિલ્હી, 2 ઓક્ટોબર 2019, બુધવાર
નવરાત્રિના ચોથા દિવસે માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી સિદ્ધિ પ્રાપ્ત કરી અને સમસ્યા રોગ, શોકથી મુક્તિ મેળવી શકાય છે. તેમના આશીર્વાદથી આયુષ્ય અને યશમાં વધારો થાય છે. દેવી કૂષ્માંડાને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે. બુદ્ધિ અને કૌશલનો વિકાસ કરનાર માતા કૂષ્માંડાની પૂજા નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે. માં કૂષ્માંડાની આઠ ભુજાઓ છે. ભક્તોની આસ્થા છે કે માતા કૂષ્માંડા આયુષ્ય અને યશ વધારે છે. માં કૂષ્માંડા દેવીની આરાધના કરનારના રોગ અને શોક દૂર થાય છે.
કૂષ્માંડા દેવીની આઠ ભુજાઓ છે. જેમાં કમંડલ, ધનુષ બાણ, કમળ, શંખ, ચક્ર, ગદા અને તમામ સિદ્ધિઓ આપનાર જપમાલા ધારણ કરેલી છે. માતા પાસે આ ઉપરાંત અમૃત કળશ છે. તે સિંહની સવારી કરે છે અને માતાની ભક્તિ કરનારને લાંબુ આયુ, સમાજમાં યશ અને સારા આરોગ્યનું વરદાન મળે છે.
કૂષ્માંડા દેવીની પૂજા
કૂષ્માંડા દેવી યોગ અને ધ્યાનની દેવી પણ છે. દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે. ઉદરાગ્નિને શાંત કરનારી માતા માટે માનસિક જાપ કરવા જોઈએ. દેવી કવચને પાંચ વખત વાંચવું જોઈએ. માતા કૂષ્માંડાના દિવ્ય સ્વરૂપને માલપુઆનો ભોગ લગાવવો. તેમના પ્રસાદને દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને આપવો. આમ કરવાથી ભક્તોની બુદ્ધિ અને કૌશલ વધે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mKp7MC
No comments:
Post a Comment