ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 28 October 2019

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર, તા. 29 ઓક્ટોબર 2019, મંગળવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિક્રમ સંવત 2076ના પ્રારંભ દીને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા.

તેમણે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત કરી પ્રત્યેક ગુજરાતી રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.

મુખ્યમંત્રીએ નૂતન વર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન પૂજનથી કર્યો હતો.

મુખ્યમંત્રી પંચદેવ મંદિર શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે સવારે દર્શન માટે પહોચ્યા ત્યારે ગાંધીનગરના મેયર રીટા બહેન પટેલ અને જિલ્લા તથા શહેરના પદાધિકારીઓએ તેમને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

વિજય રૂપાણીએ પંચદેવ મંદિર પરિસરમાં નગરજનો અને સામાન્ય નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને નૂતન વર્ષની શુભેચ્છાઓ આપી હતી.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34bLRFC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages