ભારત પાકિસ્તાનના ભાગલા પાડીને રેડકિલફ કેમ લંડન જતા રહયા હતા ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 14 August 2019

ભારત પાકિસ્તાનના ભાગલા પાડીને રેડકિલફ કેમ લંડન જતા રહયા હતા ?

 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ સિરીલ રેડકિલફ નામના એક અંગ્રેજે નકકી કરી હોવાથી તે રેડકિલફ રેખા તરીકે ઓળખાય છે. નવાઇની વાત તો એ છે કે ભાગલાની લકિરો ખેંચનાર અંગ્રેજ રેડકિલફ સર્વેયર કે એન્જિનિયર નહી પરંતુ વકિલ હતા. આઝાદી પહેલા ભારતના ભાગલાની રુપરેખા માટે ૪ સભ્યોના બોર્ડર કમિશનની રચના થઇ જેમાં રેડકિલફ આ  કમિશનના અધ્યક્ષ હતા. સામાન્ય રીતે સરહદોની વહેંચણી કરનારા માણસને જે તે સ્થળની ભૂગોળ, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિનું જ્ઞાાન હોવું જરુરી છે પરંતુ માત્ર ૧ મહિના માટે લંડનથી તાબડતોબ ભારત બોલાવાયેલા રેડકિલફે અગાઉ કયારેય ભારત જોયું ન હતું. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ૨૯૦૦ કિમી સરહદ આંકવાનું કામ માત્ર ૯ દિવસમાં કર્યુ હતું. એવું માનવામાં આવે છે કે રેડકિલફ ગર્વનર જનરલ માઉન્ટ બેટનને મળ્યા ત્યારે તેઓ પણ ભાગલા કેવી રીતે પાડવા એ જાણતા ન હતા. 

 રેડકિલફના ઉતાવળે અણઘડ આયોજનના પગલે જ લાખો લોકોના મોત થયા હતા. ભારત અને પાકિસ્તાનના વિભાજનને લઇને આજે પણ અનેક સવાલો ઉભા થાય છે. રેડકિલફને પોતાના કામ પર એટલો પસ્તાવો હતો કે કોઇ મારી નાખશે એવા ડરથી ફરી ભારત આવ્યા ન હતા. તેઓ વિભાજન કામની ૪૦ હજાર રુપિયાની ફી પણ લીધા વીના લંડન ભાગી ગયા હતા. વરિષ્ઠ પત્રકાર કુલદિપ નાયરે લંડનમાં એક વાર રેડકિલફની મુલાકાત કરી ત્યારે જાણવા મળ્યું કે ભાગલા માટે ગામ, તાલુકા કે જિલ્લાના સ્પષ્ટ નકશા પણ ન હતા.

ભાગલા પાડતા પહેલા માત્ર એક વાર વિમાનમાં બેસીને હવાઇ સર્વે કર્યો હતો. ૮૮ કરોડ લોકોને અસર કરતા ૪૫૦૦૦૦ વર્ગ કિમી  વિસ્તારના વિભાજન માટે મહિનાઓ જોઇએ તેના સ્થાને રાતો રાત નિર્ણય લેવાયો હતો. બંને દેશોની સરહદ પાસે રહેતા ગ્રામીણ લોકોને પોતે ભાગલા પછી ભારતમાં છે કે પાકિસ્તાનમાં એની જ ખબર ન હતી. ખાસ કરીને પંજાબ રાજયના લોકોની સ્થિતિ ખૂબજ કફોડી બની હતી. ઘરનું આંગણું પાકિસ્તાનમાં તો ઘરનું છાપરુ ભારતમાં આવતું હતું. રેડકિલફ ભારત પાકમાં ભાગલા માટે કહેવા ખાતર જ  પંજાબ અને લાહોરના ખેતરોમાંથી પસાર થયા હતા. જયારે પૂર્વ પાકિસ્તાન અને બંગાળ વચ્ચે પીલર ૯૭૭ થી ૭ એસ આઇએનડી સુધી પસાર થયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H7wq8d

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages