નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ 2019 રવિવાર
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે એઈમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયુ. તેમને 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.
ગુલામ નબી આઝાદ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ જેટલીના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ તેમના ઘરે પહોંચ્યા જ્યાં અરૂણ જેટલી પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, અડવાણીએ જેટલીને યાદ કરતા કહ્યુ કે જેટલી એક કદાવર નેતા શ્રેષ્ઠ પ્રશાસક તો હતા જ સાથે કાયદાનું જ્ઞાન તેમના પર ચાર ચાંદ લગાવી દેતુ હતુ.
અડવાણી અરૂણ જેટલીના પરિવારને આશ્વાસન આપતા જોવા મળ્યા. પોતાના લાંબા રાજકીય જીવનમા અરૂણ જેટલીએ લાલકૃષ્ણ અડવાણીની સાથે ઘણો સમય પસાર કર્યો છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના લખનો પ્રવાસ અધવચ્ચે રદ કરીને દિલ્હી પહોંચીને અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પી.
આમ આદમીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ જેટલીના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ અરૂણ જેટલીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZToU3
No comments:
Post a Comment